Corona કરતા પણ ભયંકર હતી આ બીમારીઓ, દર 100 વર્ષે દુનિયામાં આવે છે નવી મહામારી
કોલેરા હોય કે કોરોના દર 100 વર્ષે દુનિયા આવી મહામારીનો સામનો કરે છે. પ્લેગ, સ્વાઈન ફ્લૂ બાદ હવે આવેલાં કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ જીવલેણ વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું એ જ અકસીર ઉપાય છે. સાથે જ ઈમ્યૂનિટી વધે એ પ્રકારનો આહાર લેવો જોઈએ.
મહામારીના ઈતિહાસમાં સો વર્ષ બાદ આ બિમારી ‘કોરોના’નું રૂપ ધારણ કરીને એકવાર ફરીથી માનવ સૃષ્ટિને સ્વાહા કરવા આવી છે. વર્ષ 2020માં આ મહામારી ચીનના વુહાન શહેરમાંથી આખી દુનિયામાં ફેલાઈ હતી. જોકે ચીને આજદીન સુધી આ વાતનો સ્વીકાર કરવાની મનાઈ ફરમાવી દીધી છે. કોરોના સ્ટ્રેન બોડીના પ્રોટીન સોર્સ પર સીધો પ્રહાર કરે છે. આખી દુનિયામાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર કહેર મચાવી રહી છે. કોરોના સ્ટ્રેન બોડીની અંદર પ્રવેશ્યા બાદ પોતાની સંરચનામાં ફેરફાર કરી લે છે. આ કારણોસર કોરોનાનો ચોક્કસ ખાતમો કરી શકે તેવી દવા કે વેક્સીનની વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે. જોકે દુનિયાભરના દેશો પોતાની રસીની મદદથી કોરોનાથી બેકાબૂ બનેલી સ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. કોરોના વાયરસ અત્યાર સુધી દુનિયાભરનાં 30.45 લાખથી વધુ લોકોને ભરખી ચૂક્યો છે.
આ બિમારી પોતાની સદીની સૌથી ખતરનાર વાયરસ હતો. એટલો ખતરનાક કે તેણે 1919માં દુનિયાની અંદાજે એક તૃત્યાંશ જેટલી આબાદીનો ખાત્મો બોલાવી દીધો. આ વાયરસ સૌથી પહેલા યૂરોપ, યૂનાઈટેડ સ્ટેટ્સ અને એશિયાના કેટલાક વિસ્તારમાં ફેલાયો. જેમાં અંદાજે બેથી પાંચ કરોડ લોકોનું જીવન ટૂંકાવી દીધું. આ વાયરસ એચ. એન. ફ્લૂ હતો. જે ખાંસી કે છીંક દરમિયાન નીકળતી ડ્રોપલેટ્સના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસથી સૌથી વધુ તબાહી સ્પેનમાં મચી હતી. જેના કારણે આ ફ્લૂ સ્પેનિશ ફ્લૂના નામથી ઓળખાના લાગ્યો. એકલા ભારતમાં જ આ મહામારીના કારણે અંદાજે 2 કરોડ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
1820માં વધુ એક ભયાનક મહામારી ધ ફર્સ્ટ કોલેરા (હૈજા)ની ઉત્પતિ થઈ. આ બિમારી સૌથી પહેલા થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ફિલિપીંસમાં આગની જેમ ફેલાઈ ગઈ. કોલેરાથી એકલા ઈન્ડોનેશિયામાં જ એક લાખ લોકોના મોત થયા. 1910 અને 1911ની વચ્ચે આ મહામારી મધ્ય-પૂર્વ ભારત ઉપરાંત આફ્રિકા, પૂર્વ યુરોપ અને રશિયા સુધી ફેલાઈ હતી. જેના કારણે 8 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. હૈજા એટલે કે કોલેરાની ઉત્પતિ બેક્ટેરિયાના કારણે થઈ હતી. આ બિમારીમાં દસ્ત અને ઉલટી થાય છે. જેના કારણે દર્દીના શરીરમાંથી પાણીનું સંતુલન ખોરવાઈ જાય છે. ચોખ્ખુ પાણી ન મળવાનાં કારણે દર્દીનું મૃત્યુ ગણતરીના કલાકોમાં થઈ જાય છે. ઘણાં વર્ષોનાં સંશોધન બાદ ખબર પડી કે, સૌથી પહેલા આ બિમારીની શરૂઆત બાંગ્લાદેશમાં થઈ હતી.
1720માં આવેલા બુબોનિક પ્લેગે આખા વિશ્વનાં લાખો લોકોને મોતની ચાદરમાં સમાવી લીધા હતા. ફ્રાંસના માર્સિલે શહેરમાંથી આ મહામારીની ઉત્પતિ થઈ હતી. આ મહામારીએ અંદાજે એક લાખ એટલે કે તે સમયે વિશ્વની 20 ટકા વસ્તીને મોતના મોંઢામાં ધકેલી દીધી હતી. પર્શિયા અને ઈજિપ્તમાં આ બિમારીનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો. ઈતિહાસકારોએ જણાવ્યા મુજબ આ બિમારીના કારણે યૂરોપ, આફ્રિકા અને એશિયામાં 7 કરોડ લોકોના મૃત્યુ નીપજ્યા. ભારતમાં આ બિમારીનો પ્રકોપ 19મી સદી સુધી રહ્યો અને લાખો લોકોને જીવથી હાથ ધોવાનો વારો આવ્યો. આ મહામારી ઉંદર અને મચ્છરના કારણે ફેલાઈ હતી. આ બિમારીનો ખૌફ એટલો બધો હતો કે, રાત્રે વ્યક્તિ સ્વસ્થ હાલતમાં સૂઈ જાય અને સવારે મૃત જોવા મળતો હતો. પ્લેગને બ્લેક ડેથ, પેસ્ટ વગેરે જેવા નામ આપવામાં આવ્યા હતા.
વર્ષો પહેલાં પણ વિવિધ બીમારીઓના કારણે સંખ્યાબંધ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિમાં વાયરસ સામે લડવા માટે માસ્ક અતિઆવશ્યક હતું.
તમે જોઈ શકો છોકે, વર્ષો પહેલાં પણ લોકો વિવિધ પ્રકારના માસ્ક પહેરીને રોગ કે વાયરસ સામે રક્ષણ મેળવતા હતા.
દુનિયાભરના દેશોમાં લોકો માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળતા હતા. કોઈપણ પ્રકારના વાયરસથી બચવા માટે સૌથી પહેલાં માસ્ક પહેરવું અનિવાર્ય છે. કારણકે, આપણાં મોં અને નાકથી વાયરસ આપણાં શરીરમાં પ્રવેશ કરતો હોય છે.