આગાહીકાર પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એક આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ચોમાસું અને પ્રી-મોન્સુનની મોટી આગાહી કરી છે. આવતી કાલે ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
9થી 13 જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને 14 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા જોવામાં આવી છે.
અરબ સાગરમાં ઊભી થયેલી હલચલ અને નૈઋત્યના ચોમાસા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે. તેમણે નૈતૃત્યનું ચોમાસું ક્યારે ગુજરાત આવશે અને અરબ સાગરની હલચલની ગુજરાતના હવામાન પર શું અસર થશે, તે અંગે માહિતી આપી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, વેલમાર્ક લો પ્રેશર સુધી અરબ સાગરમાં એક સિસ્ટમ તૈયાર થઇ ચૂકી છે. અત્યારે તે સિસ્ટમ મહારાષ્ટ્રથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે.
આ સિસ્ટમ આજે 8 તારીખે સાંજે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. જો આવું થાય તો મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારો, મુંબઇમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે.
સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ 9, 10થી લઇ 13 તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેશે.
આ સિસ્ટમ આમ તો મુંબઇ ઉપર થઇને પસાર થવાની છે, પણ તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને થશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ નોંધાશે. અમુક જગ્યાએ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક પણ થઇ શકે છે.
નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો સમય કરતાં બેથી ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યું છે. હવે તે મુંબઇ તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે ચોમાસાને આગળ વધવા માટે તમામ પરિબળો સાનુકૂળ છે. મુંબઇમાં ચોમાસું પહોંચ્યા બાદ બે દિવસમાં જ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસાની શરૂઆત થશે. જો 13-14 તારીખથી ચોમાસાની શરૂઆત થાય તો બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25-26 જૂન થઇ શકે છે.