Parineeti Raghav Wedding Pics: રાઘવનો હાથ પકડી મંડપ સુધી પહોંચી પરિણીતી ચોપડા, 7 તસવીરો કરી શેર

Mon, 25 Sep 2023-11:15 am,

રવિવારે રાજસ્થાનના ઉદયપુર લીલા પેલેસમાં લગ્ન સમારોહ યોજાયો હતો. આમાં બંનેના પરિવારજનો અને નજીકના મિત્રોએ પણ ભાગ લીધો હતો.

તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સિંહ (Bhagwat Man singh) અને બોલિવૂડ સ્ટાર્સ જેવા ઘણા રાજકારણીઓએ હાજરી આપી હતી.

પરિણીતીએ તેના ખાસ દિવસના એક-બે નહીં પરંતુ 7 ફોટા શેર કર્યા છે. કેટલીક તસવીરો જૈમલની છે, કેટલીક તસવીરો મંડપમાં જતા અને કેટલીક લગ્નની વિધિની છે. 

આ તસવીરો સાથે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ક્યૂટ પોસ્ટ પણ લખી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. 

આ પોસ્ટમાં લખ્યું હતું - 'પ્રથમ વાતચીતથી લઈને નાસ્તાના ટેબલ સુધી... અમારા બંનેના દિલ જાણે છે કે અમે બંને આ ક્ષણની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે શ્રી અને શ્રીમતી બનીને ખૂબ જ ખુશ છીએ. એકબીજા વિના જીવી શકાતું નથી...અમારી સાથે હંમેશ માટેનો એક સાથેનો સફર હવે શરૂ થયો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link