Photos : વડોદરાના યંગસ્ટર્સ દ્વારા ચલાવાતી ‘પસ્તી કી પાઠશાલા’ પાછળનું લોજિક છે તગડુ

Sun, 19 May 2019-3:15 pm,

વડોદરામાં નોકરી કરતા, કોલેજમાં અભ્યાસ કરતા કે વ્યવ્સાય કરતા યુવાનોએ "એક ખ્વાઈશ" નામથી ગ્રુપ બનાવ્યું છે. જેમાં શરૂઆતમાં માત્ર 6 યુવાનો હતા, જ્યારે આજે 9 માસ બાદ 60 યુવાનો જોડાયા છે. એક ખ્વાઈશ ગ્રુપના યુવાનોએ ‘પસ્તી કી પાઠશાલા’ નામથી અભિયાન ચાલુ કર્યું છે, જેમાં યુવાનો લોકોના ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવે છે. પસ્તી ઉઘરાવી તેને ભંગારમાં વેચી જે રૂપિયા આવે તેના બાળકોના ભણવા માટેના સાધન સામગ્રી જેવી કે પેન્સિલ, ચોપડા, સ્ટડી મટિરીયલ, કંપાસ લાવી બાળકોને મફતમાં આપે છે. યુવાનો પોતાના રોજિંદા કામમાંથી રવિવારની રજાના દિવસે આખો દિવસ સેવાસી ખાતે આવેલા હનુમાજીના મંદિરના પ્રાંગણમાં સ્લમ વિસ્તારમાં રહેતા 150 જેટલા ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપે છે. યુવાનો એકથી નવ ધોરણ સુધીના બાળકોને મફત શિક્ષણ આપે છે.  

યુવાનોએ પોતાની પાઠશાલાનું નામ ‘પસ્તી કી પાઠશાલા’ આપ્યું છે. કારણ કે તેઓ લોકો પાસેથી પસ્તી ઉઘરાવી બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. ‘પસ્તી કી પાઠશાલા’માં અભ્યાસ કરવા આવતી ધોરણ-9ની વિદ્યાર્થીની જ્હાન્વી પરમાર કહે છે કે, ‘પસ્તી કી પાઠશાલા’માં આવવાથી પરિણામ સુધર્યું છે. તો યુવાનોને પસ્તી આપી બાળકોના ઘડતરમાં સહભાગી થનાર લોકો કહે છે કે, યુવાનો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. જેનાથી ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળશે.  

પસ્તી લોકો ભંગારમાં આપી દેતા હોય છે અથવા તો પસ્તીને ફેકી દેતા હોય છે પરંતુ વડોદરાના યુવાનોએ પસ્તીમાંથી ગરીબ બાળકો માટે જે પસ્તી કી પાઠશાલા શરૂ કરી છે તે ખરેખર સમાજ માટે એક ઉત્તમ દાખલા સમાન છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link