Pathum Nissanka: 25 વર્ષના શ્રીલંકાઇ બેટ્સમેને મચાવ્યો આતંક, જયસૂર્યાથી માંડીને સચિન સુધી બધાના રેકોર્ડ ધ્વસ્ત

Fri, 09 Feb 2024-10:43 pm,

25 વર્ષીય શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાએ અફઘાનિસ્તાન સામે રમાયેલી શ્રેણીની પ્રથમ વનડે મેચમાં બેટથી પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે આ યુવા બેટ્સમેને ઈતિહાસ રચી દીધો. તે શ્રીલંકા તરફથી રમતા 50 ઓવરના ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

પથુમ નિસાન્કાએ આ મેચમાં 139 બોલનો સામનો કરીને 210 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં નિસાન્કાએ 20 ચોગ્ગા અને 8 સિક્સ પણ ફટકારી હતી. આ ઇનિંગ સાથે તેણે શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન સનથ જયસૂર્યાનો મોટો રેકોર્ડ તોડીને પોતાનું નામ નોંધાવ્યું હતું. તે એક ODI મેચમાં શ્રીલંકાના બેટ્સમેન દ્વારા સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. જયસૂર્યાએ 2000માં ભારત સામે 189 રનની ઇનિંગ રમી હતી.

નિસાન્કાએ 136 બોલમાં 200 રન પૂરા કર્યા. આ સાથે તે ODIમાં ત્રીજી સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે. આ મામલામાં નિસાન્કાએ ક્રિસ ગેલ (138 બોલ) અને વીરેન્દ્ર સેહવાગ (140 બોલ)નો રેકોર્ડ તોડ્યો હતો. આ ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન ઈશાન કિશન છે. તેણે પોતાની ODI બેવડી સદી 126 બોલમાં પૂરી કરી હતી. 

વનડેમાં બેવડી સદી ફટકારનારી નિસાંકા વિશ્વની 10મી ખેલાડી છે. ભારતીય કેપ્ટન અને બેટ્સમેન રોહિત શર્માના નામે ત્રણ બેવડી સદી છે. તેમના સિવાય સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, માર્ટિન ગુપ્ટિલ, ફખર જમાન, ક્રિસ ગેલ, શુભમન ગિલ, ઈશાન કિશન અને ગ્લેન મેક્સવેલ એવા બેટ્સમેન છે જેમણે ODIમાં બેવડી સદી ફટકારી છે.

ODIમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાના મામલે નિસાંકા છઠ્ઠા સ્થાન પર છે. તેણે સચિન તેંડુલકર, મેક્સવેલ, રોહિત શર્મા સહિત તમામ મહાન બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માના નામે વનડેમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ છે. તેણે 2014માં શ્રીલંકા સામે 264 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link