પાટીદારોનો પાવર : ગુજરાતભરમાંથી 125 કાર રેલી સિદસર ઉમિયા ધામ પહોંચી, નવો રેકોર્ડ સર્જાયો

Sun, 01 Oct 2023-2:27 pm,

આગામી વર્ષ ડીસેમ્બર-૨૦૨૪ માં જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાજી પ્રાગટયના ૧૨૫ વર્ષ નીમીતે યોજાનારા ‘સવા શતાબ્દી મહોત્સવ’ ના મંગલાચરણ નિમિતે આયોજીત ૧રપ કાર રેલી યોજી ૬૨૦૦ થી વધુ કારમાં પાટીદારો તા. ૧ ઓકટોમ્બર ને રવિવારે યોજાનારા ભવ્ય સામાજીક સંમેલનમાં ભાગ લેવા ઉમિયાધામ સિદસર પહોચ્યા હતા. 

તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧ ઓકટોમ્બર દરમ્યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલ ત્રિદલ કાર્યક્રમ અંતર્ગત રવિવારના રોજ ગુજરાતભર માંથી ૧રપ કાર રેલી ઉમિયાધામ સિદસર આવી પહોંચી હતી. ૫૧ કારની એક રેલી એવી ૧૨૫ કાર રેલીમાં હજારો ભાવિકો મા ઉમિયાના દર્શન માટે ઉમટી પડયા હતા. 

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશ પટેલ, ઉપપ્રમુખ ચિમન શાપરીયા, જગદીશભાઇ કોટડીયા દ્રારા આ કારરેલીના કાફલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉપસ્થિત ભાવીકોએ મા ઉમિયાના જય ઘોષ સાથે કાર રેલીના કાફલાને વધાવ્યો હતો. 

૬૨૦૦ થી વધુ કારની ૧૨૫ રેલીઓનું એક સાથે એક સમયે જે તે સ્થળના સામાજીક આગેવાનો દ્વારા પ્રસ્થાન કરવાયુ હતુ. જે કાર રેલીનો કાફલો જે-તે સ્થળથી ઉમિયાધામ સિદસર પહોચતા સુધીમાં રસ્તામાં આવતા તમામ પાટીદાર સમાજના ગામોમાં કાર રેલીનું ડી.જે, બેન્ડ, ડોલ, નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. 

ઉમિયાધામ સિદસરના આગેવાનોએ વધુમાં જણાવ્યુ છે કે, એક સાથે ૧૨૫ થી વધુ સ્થળેથી કાર રેલી યોજાતી હોય અને એક સ્થળે પહોંચી તેવા આ પ્રસંગની ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ” માં નોંધણી કરવામાં આવી છે. રેલી માં જોડાનાર કાર સાથે ૧ થી ૫૧ નંબરના સ્ટીકર દરેક કાર માં ઝંડી તથા દરેક કાર રેલી સાથે ઇન્ચાર્જ, પાયલોટીંગ કાર, વિડીયો, ડી.જે. સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link