કોઈએ શહીદી વહોરી, કોઈએ સર્વસ્વ આપ્યું બલિદાન, દેશભક્તિથી ભરપુર આ ફિલ્મો જુઓ OTT પર

Sun, 11 Aug 2024-5:28 pm,

કેસરી ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. હવાલદાર ઈશર સિંહના જીવન પર આધારિત આ ફિલ્મ 10,000 આક્રમણકારો અને 21 શીખ સૈનિકો વચ્ચેના યુદ્ધની વાર્તા દર્શાવે છે. આ ફિલ્મ અક્ષય કુમારની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ તમે Amazon Prime પર જોઈ શકો છો.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ ફિલ્મ 2021માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતીય સૈનિક વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. આ ફિલ્મે ચાહકોને ખૂબ જ ભાવુક બનાવી દીધા હતા. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી.

ફિલ્મની વાર્તા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. સેહમત નામની છોકરીને ભારત વતી જાસૂસી કરવા માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. તમે તેને એમેઝોન પ્રાઇમ પર જોઈ શકો છો.

આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મમાં વિકી કૌશલની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. તમે Zee5 પર આ ફિલ્મ જોઈ શકો છો.

શાહરૂખ ખાનની આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મ પૂર્વ હોકી સ્ટાર કબીર ખાનના જીવન પર આધારિત છે. આ ફિલ્મ તમે Amazon Prime પર જોઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link