Pics: ચોમાસામાં પાવાગઢની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, ચોતરફથી વાદળોમાં લપેટાયો

Tue, 07 Jul 2020-3:30 pm,

પાવાગઢ પહાડ જાણે વાદળોથી લપેટાઈ ગયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કોઈ તસવીરકારે અદભૂત ચિત્ર બનાવ્યું હોય તેવુ આહલાદક વાતાવરણ અહી જોવા મળ્યું. ચારેતરફ મનને શાંત કરે તેવો ઠંડો પવન અને સુવાસ... વહેલી સવારે પહાડોએ પાવાગઢને એક વર્ષ બાદ આગોશમાં લીધો હોય તેવુ દ્રશ્ય રચાયું હતું.    

વરસાદી વાતાવરણ વચ્ચે પાવાગઢ ડુંગરનો આજે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ચોતરફ વાદળોથી પાવાગઢ પર્વત ઢંકાયેલો છે, અને પાવાગઢ પર્વતમાંથી નિજ મંદિર સુધી ઝીરો વિઝીબિલિટી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યાં છે. ઝરમર વરસાદી વાતાવરણ અને સુંદર દ્રશ્યો આંખોને ચકિત કરી દે તેવા છે. 

પાવાગઢ મંદિરની સાથે સાથે તેની નજીક આવેલ હેરિટેજ સાઇટ્સ પણ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાઈ છે. લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ માસ ઉપરાંતના સમયથી આ હેરિટેજ સાઈટ્સ બંધ કરાઈ હતી. તમામ સાઇટ્સ જુમ્મા મસ્જિદ, સાત કમાન, શહેર કી મસ્જિદ સહિતના મોન્યુમેન્ટ્સ ખોલી દેવાયા છે. કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરી તમામ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકાશે. આર્કિયોલોજી વિભાગ દ્વારા પ્રવાસીઓના ટેમ્પરેચર ચેક કરવા, સેનેટાઈઝ કરવા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link