Paytm થી કોઈ અજાણી વ્યક્તિને કર્યા છે પૈસા ટ્રાન્સફર! જાણો કઈ રીતે મેળવી શકો છો પાછા

Sat, 29 May 2021-6:29 pm,

પેટીએમની ગાઇડલાઇન મુજબ જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે કોઈ અજાણ્યા વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે, તો કંપની પૈસા પાછા મેળવવા માટે સીધી મદદ કરી શકશે નહીં. કારણ કે કોઈપણ ગ્રાહકના ખાતામાંથી તેની ઇચ્છા વિના પૈસા ઉપાડવું એ નીતિ અને કાયદાની વિરુદ્ધ છે. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બહાર નીકળવા માટે, કંપનીએ નવા નિયમો બનાવ્યા છે, જે ઇનડાયરેક્ટલી પૈસા મેળવવામાં મદદ કરે છે.

પેટીએમનું કહેવું છે કે, ભૂલથી ટ્રાન્જેક્શન થવા પર ગ્રાહક ફોન દ્વારા તે વ્યક્તિ સાથે વાત કરી પૈસા પરત મંગાવવાનો પ્રયત્ન કરી શકે છે. જો પૈસા મેળવનાર કોઇ કંપની છે તો તમે તેમની સાથે વાત કરી પીટીએમ દ્વારા મોકલવામાં આવેલા ટ્રાન્જેક્શનના પુરાવા બતાવી શકો છો. જો કે, આ પૈસા કોઈ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થયા છે તો તમે તે બેંકથી સંપર્ક કરી તે વ્યક્તિની જાણખારી મેળવી શકો છો. જેના ખાતામાં પૈસા ગયા છે.

આવી સ્થિતિમાં, જો તમે તે વ્યક્તિને શોધવામાં અસમર્થ છો, તો પછી તમે પેટીએમ કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવીને તે વ્યક્તિની માહિતી લઈ શકો છો. તે પછી પણ જો તે વ્યક્તિ પૈસા આપવાનો ઇનકાર કરે છે, તો પછી તમે વ્યવહારના બધા પુરાવા સાથે કાનૂની કાર્યવાહી પણ કરી શકો છો.

પેટીએમએ સ્પષ્ટ કર્યું છે કે આવા વ્યવહારમાં તમામ મધ્યમ પક્ષો મદદ કરવા માટે તૈયાર છે, જો કે આ તે ત્યારે જ થઈ શકે છે જ્યારે પૈસા પ્રાપ્તકર્તા પૈસા પાછા આપવાની મંજૂરી આપે.

પેટીએમ પૈસા ટ્રાન્સફર કરવામાં સાવચેત રહેવાની સલાહ આપે છે. કંપનીનું કહેવું છે કે જો તમે કોઈને મોટી રકમ મોકલવાના છો, તો પહેલા ખૂબ ઓછી રકમ મોકલીને ભરેલી માહિતીની ખાતરી કરો. તે પછી જ મોટી રકમ મોકલો. આ સિવાય, નવા ટ્રાન્ઝેક્શન સમયે પણ, માહિતીને ક્રોસચેક કરવાની ખાતરી કરો.

તમને જણાવી દઈએ કે કોવિડ-19 મહામારી દરમિયાન લોકોએ મોબાઈલ વોલેટનો જોરદાર ઉપયોગ કર્યો છે. લોકડાઉનમાં પેટીએમના યુઝર્સની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. છેલ્લા લગભગ 6 વર્ષથી પેટીએમ લોકોની પસંદ છે. આ જ કારણ છે કે આ સમયે કંપની 22 હજાર કરોડ રૂપિયાના IPO ઉભા કરવાની તૈયારી કરી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link