આ રેલવે ટ્રેક પર જીવના જાખમે લોકો લઇ રહ્યાં છે સેલ્ફી

Mon, 31 Dec 2018-7:30 am,

તમે આ ના વિચારતા કે આ ટ્રેક પર ટ્રેન આવતી નથી, આ ટ્રેકનો હાલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા પર્યટકો જીવના જોખમે અહીંયા સેલ્ફી લઇ રહ્યાં છે. કોઇપણ સમયે આ સાંકળા ટ્રેક પરથી ટ્રેન પસાર થઇ શકે છે. પરંતુ ઘણા લોકોને પાછળથી સ્પીડમાં આવતી ટ્રેન વધુ રોમાંચક લાગે છે.

ઓસ્ટ્રેલિયાના ટૂરિસ્ટ માઇકલ રિચાર્ડ્સે જણાવ્યું કે, આ અદ્ભુત હોય છે પરંતુ કેટલાક પાસાઓમાં આ એક ભયાનક અનુભવ પણ છે. ટ્રેનનું આટાલું નજીક હોવું એક ભાવુક કરનારો અનુભવ હોય છે.

આ ટ્રેન સૌથી પહેલા ફ્રાંસના શાસન કાળમાં બનાવવામાં આવ્યો હતો જે વિયેતનામમાં વસ્તુ લઇ જવામાં રેલવેનો ઉપયોગ કરતા હતા.

વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા કરવામાં આવેલા બોમ્બ હુમલામાં આ રેલવે ટ્રેક મોટા પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો.

આજે પણ લોકો આ માધ્યમનો ઉપયોગ કરે છે પરંતુ ગત કેટલાક વર્ષોથી હનોઇ આવનારા પર્યટકો દ્વારા કરવામાં આવતી ફોટોગ્રાફીની અસંખ્ય સંભાવનાઓ જોવા મળી રહી છે.

હોંગકોંગના પર્યટક એડવર્ડ તસિમે જણાવ્યું કે, આ ખરેખરમાં એક સુંદર અનુભવ છે. બાલ્કનીમાંથી નીચે પડતા ફુલ અને એકબીજા સાથે જોડાયેલી બિલ્ડિંગો... તમે જોઇ શકો છો કે લોકો ટ્રેન ટ્રેક્સની ખુબજ નજીક વસવાટ કરી રહ્યાં છે.

જ્યારે પણ દુરથી આવતી ટ્રેન જોવા મળે છે, ત્યારે બધા લોકો ટ્રેકનો રસ્તો ખાલી કરી દે છે અને આ પળને કેમેરામાં કેદ કરવા માટે પોતાના ખીસ્સામાંથી ફોન બહાર કાઢે છે.

બ્રિટિશ પર્યટક પોલ હાર્ડિમને જણાવ્યું કે, આ એક એવો અનુભવ છે જ્યારે તમે ક્રિસમસની રાહ જોઇ રહ્યા હોય, અને જ્યારે ટ્રન આવે છે તો તમને લાગે છે કે રાહ જાવાનું વ્યર્થ નથી ગયું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link