બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવો જિલ્લો બનવાથી લોકોને મળશે આ લાભ, તમે પણ જાણો
બનાસકાંઠાના બે ભાગ થવાથી અને નવો જિલ્લો બનવાથી જિલ્લાના લોકોને ઘણો લાભ થવાનો છે. નવા જિલ્લા પંચાયત પણ અસ્તિત્વમાં આવશે. એક નજર શું ફાયદો થશે તેના પર પણ કરી લઈએ તો...સ્થાનિક વહીવટી માળખુ મળશે, નવા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા મળશે, સરકારી કચેરીઓ અને સેવાઓ નજીકમાં મળી રહેશે, વહીવટી ધોરણે અસરકાર નિર્ણયો લઈ શકાશે, સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થશે, રસ્તા, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓ મળશે, નવી સિવિલ હોસ્પિટલ મળશે અને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે...આતો વાત થઈ જિલ્લાના લોકોની...પરંતુ રાજકીય લાભ પણ શું થશે તે પણ તમે જાણી લો....રાજકીય પ્રતિનિધિત્વમાં વધારો થશે, સત્તાધીશ પાર્ટીને ફાયદો મળી શકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફાયદો મળી શકે, કાંકરેજ, થરાદ, વાવમાં ભાજપ નબળું હતું, વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે, બનાસકાંઠામાં ભાજપને લોકસભા બેઠક ગુમાવી પડી હતી, નવો જિલ્લો બનવાથી રાજકીય ગણિત બદલાઈ શકે છે....
સ્થાનિક વહીવટી માળખુ મળશે
નવા કલેકટર, જિલ્લા પોલીસ વડા મળશે
સરકારી કચેરીઓ અને સેવાઓ નજીકમાં મળી રહેશે
વહીવટી ધોરણે અસરકાર નિર્ણયો લઈ શકાશે
સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે
ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થશે
રસ્તા, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓ મળશે
નવી સિવિલ હોસ્પિટલ મળશે
છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે