ઘરમાં એકલા હોય તો બિલકુલ ના જોતા આ ડરામણી ફિલ્મ! ઉભા થઈ જશે રૂવાડાં, શ્રદ્ધા કપૂરની છે ફેવરિટ
આજકાલ હોરર ફિલ્મોનો ક્રેઝ લોકોની વચ્ચે ઘણો વધી રહ્યો છે, ખાસકરીને ઓટીટી પ્લેટફોર્મ્સ પર. અહીં ઘણી ડરામણી અને ભૂતિયા ફિલ્મો સ્ટ્રીમ થાય છે, જે દર્શકોને ખુબ પસંદ પડે છે. જો તમે પણ આવા કન્ટેન્ટના શોખીન છો, તો તમારે એક ફિલ્મ અવશ્ય જોવી જોઈએ. જે માત્ર ડરામણી જ નહીં પરંતુ રૂવાડા ઉભા કરી દેનાર છે. આ ફિલ્મ માત્ર હોરર જ નથી પરંતુ ઘણી ડિસ્ટર્બિંગ સીન્સથી ભરેલી છે, જે તમારા દિલ અને દિમાગ પર એવી છાપ છોડશે કે તમે સરખી રીતે ખાઈ-પી શકશો નહીં કે સૂઈ શકશો નહીં.
આ ફિલ્મ 6 વર્ષ પહેલા એટલે કે 2018માં રિલીઝ થઈ હતી. તે વખતે આ ફિલ્મને લઈને ઘણી વાતો પણ થઈ હતી. લોકોનું કહેવું છે કે આ ફિલ્મને એકલા બેસીને જોવી ખુબ જ મુશ્કેલ છે. ફિલ્મમાં ઘણી સીન તમારા દિલ અને દિમાગને હલાવીને રાખી દે તેવા છે. આ ફિલ્મમાં ટોની કોલેટ, એલેક્સ વોલ્ફ, મિલ્લી શાપિરો, એન ડાઉડ અને ગેબ્રિયલ બર્ન જેવા કલાકાર નજરે પડી રહ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી શાનદાર કલેક્શન કર્યું હતું. 10 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 82.8 કરોડનો બિઝનેસ કર્યો હતો.
અરી એસ્ટરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 'હેરેડિટરી' ના અમુક સીન એવા છે જે જોયા બાદ લાંબા સમય સુધી તમારા મગજમાં ભમ્યા કરે છે. ફિલ્મમાં એવી પણ મોમેન્ટ્સ છે જે તમને હકીકતમાં ડરાવી શકે છે અને તમારા મોઢામાં ચીસ પણ નીકળી શકે છે. આ ફિલ્મ હોરર મૂવીઝની લિસ્ટમાં ટોપ પર માનવામાં આવે છે. એટલું જ નહીં, સ્ત્રી 2 ફેમ શ્રદ્ધા કપૂરે પોતાના એક ઈન્ટવ્યૂમાં ખુલાસો કરતા આ ફિલ્મને સૌથી પસંદગીની હોરર ફિલ્મ ગણાવી હતી. સાથે અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મોમાંથી એક ગણાવી હતી.
આ ફિલ્મની કહાની એટલી ડરામણી છે, જે લોકોના હૃદય અને દિમાગ પર ઉંડી છાપ છોડવાની સાથે સાથે તમને અંદરથી તોડી શકે છે. ફિલ્મની કહાની એક એવા પરિવાર પર આધારિત છે, જે પોતાની પુત્રીને ખોઈ નાંખ્યા બાદ ધીરે ધીરે મેન્ટલ હેલ્થ અને ભૂતિયા ઘટનાઓના ચક્રવ્યૂહમાં ફસાતા જાય છે. ફિલ્મમાં એનીની માતાના મૃત્યુ પછી કેટલીક એવી ઘટનાઓ બને છે જે આખા પરિવારને હચમચાવી દે છે. એનીને પોતાની માતા વિશે ઘણા ચોંકાવનારા સત્યો જાણવા મળે છે. ત્યારબાદ એની પોતાની પુત્રીને ગુમાવે છે.
એટલું જ નહીં, આ ફિલ્મને બોક્સ ઓફિસની સાથે સાથે ઓટીટી પર ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મને IMDs પર પણ ઘણી શાનદાર રેટિંગ મળેલી છે, જે 10માંથી 7.3ની છે. જો તમે પણ હોરર ફિલ્મોના શોખીન છો અને ડિસ્ટર્બિંગ સીન્સન સરળતાથી જોઈ શકો છો તો તમે આ ફિલ્મનેપોતાની વોચ વિસ્ટમાં સામેલ કરી શકો છો. આ ફિલ્મ તમને ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર હિન્દી ભાષામાં સરળતાથી મળી જશે. જ્યાં તમે આ ફિલ્મને જોઈ શકો છો અને ડરનો આનંદ લઈ શકો છો.