Lip Shape: હોઠના આકારથી જાણી શકાય છે માણસનું વ્યક્તિત્વ, છૂપાયેલા છે ઊંડા રાઝ
જે લોકોના હોઠનો આકાર પૂરો હોય છે, તેઓ દિલના સારા હોય છે, આ લોકો બીજા પ્રતિ સહાનુભૂતિ રાખે છે અને ઉદાર હોય છે. સાથે જ સંબંધોને ઇમાનદારીથી નિભાવે છે. પોતાના પરિવાર અને મિત્રોની ચિંતા કરે છે. આ લોકોને નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવો ગમે છે. સમાન્ય રીતે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી રાખે છે. પરંતુ ઘણી વખત આ લોકો ઉતાવળમાં અથવા વિચાર્યા વગર બોલી શકે છે જે તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
ફૂલ લોઅર લિપ્સવાળા લોકો સામાન્ય રીતે ખુશમિજાજ હોય છે. તેમને જીવનમાં ચિલ કરવાનું પસંદ હોય છે. આ લોકો કરિયરમાં પ્રગતિ કરે છે. આ લોકો નવી વસ્તુઓ અજમાવવાનું, નવા અનુભવ કરવા અને નવી જગ્યાઓને એક્સપ્લોર કરવાનું પસંદ કરે છે.
ફૂલ અપર લિપ્સવાળા લોકોને ડ્રામા લવર તરીકે ઓળખવામાં આવે છે. આવા લોકો જલદી સૌના પ્રિય બની જાય છે. આ લોકોમાં સારો કોમિક ટાઈમિંગ અને સેન્સ ઓફ હ્યૂમર હોય છે. કોઇપણ જગ્યાએ સહજતાથી આ લોકો તેમની વાત જણાવી શકે છે.
જે લોકોના હાઠ પાતળા હોય છે, તેઓ ઇન્ટ્રોવર્ટ હોય છે. આવા લોકોને એકલા સમય પસાર કરવો ગમે છે. લોકો સાથે જોડાવવામાં આ લોકોને થોડી અગવડતા અનુભવતા હોય છે. લોકોની સાથે ભળવવામાં આ લોકને મુશ્કેલી પડે છે.
જો હોઠનો આકાર ધનુષ્ય જેવો છે, તો આવા લોકો સારા કોમ્યુનિકેટર હોય છે. કોઈપણ જગ્યાએ આ લોકો તેમની વાતથી લોકો ઉપર એક અલગ છાપ ઉભી કરે છે. આ લોકો રોમેન્ટિક પણ હોય છે. તેમની ખાસિયત એ હોય છે કે ક્યાંય પણ પોતાની જાતને સ્થાપિત કરી લે છે.