અમારો ટોમી અને તમારી જેલી... ધામધૂમથી લેવાયા પાળતૂ શ્વાનના લગ્ન, દેશી ઘીની વાનગીઓ પિરસાઈ
સુખારવી ગામના પૂર્વ પ્રધાન પાસે 8 મહિનાનો પાલતું ડૉગ ટોમી છે. જ્યારે અતરોલી ગામના એક ડોક્ટરની પાસે જેલી નામની ડૉગી છે. આ બન્નેના ધામધૂમથી લગ્ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેના માટે મકરસંક્રાતિનો પર્વ બાદનું શુભમુહૂર્ત કાઢી 15 જાન્યુઆરીના દિવસે ડૉગ અને ડૉગીના લગ્ન કરવામાં આવ્યા. મહેમાનોને આ અનોખા લગ્નમાં દેશી ઘીના પકવાન પીરસવામાં આવ્યા હતા.
ટોમી ફુલના હાર પહેરીને ઢોલ નગારાના સાથે જેલીને લેવા આવ્યો હતો. જાનમાં આવેલા તમામ જાનૈયાઓ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આખરે વાજતે ગાજતે ટોમીની જાન નિર્ધારિત સ્થળે પહોંચી ત્યારબાદ રિતિરિવાજ મુજબ ટોમી અને જેલીના લગ્ન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોએ પણ આ કપલને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ખાસ લગ્ન પ્રસંગમાં અંદાજીત 500 જેટલા લોકો શામેલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.