Phalodi Satta Market: પરિણામો પહેલાં સટ્ટામાં સત્તાનો ખેલો, કોના દાવા પડશે સાચા, કોની નિકળી જશે હવા

Sun, 02 Jun 2024-11:28 am,

આ દરમિયાન રાજસ્થાન ફલોદી સટ્ટા બજારની વાત કરીએ તો તેમનું અનુમાન છે કે દેશમાં ભાજપ 300-302 સીટો જીતી શકે છે. બીજી તરફ કોંગ્રેસને લઇને ફલોદી સટ્ટા બજારમાં દાવા કર્યો છે કે 55 થી 56 સીટો સૌથી જૂની પાર્ટીને મળી શકે છે. આવો જોઇએ કે યુપીમાં સટ્ટા બજાર કોને કેટલી સીટો આપી રહ્યું છે. 

મુંબઇ સટ્ટા બજારે યૂપીમાં એનડીએને 64-66 સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે. તો બીજી તરફ મુંબઇ સટ્ટા બજાર ઇન્ડીયા ગઠબંધનને 14-16 સીટો આપી રહ્યું છે. 

ફલોદી સટ્ટા બજારની વાત કરીએ તો યૂપીમાં એનડીએને 55-56 સીટોની આશા છે અને ઇન્ડીયા ગઠબંધનને 15-25 સીટો આપી રહ્યું છે. 

રતલામ સટ્ટા બજારની વાત કરીએ તો યુપીમાં એનડીએ 64-66 સીટો આપી રહ્યું છે અને ઇન્ડીયા ગઠબંધનના ખાતામાં બાદારે 14-16 સીટ આવવાનું અનુમાન લગાવ્યું છે. 

ઇન્દોર સર્રાફ સટ્ટા બજારની વાત કરીએ તો તેના અનુમાન મુજબ યૂપીમાં એનડીએ ગઠબંધનને 65-70 સીટો મળી રહી છે. ઇન્ડીયા ગઠબંદહ્નએ 10-15 સીટો જ ઇન્દોર સર્રાફ સટ્ટા બજાર આપવાનું અનુમાન લગાવી રહ્યું છે. 

છેલ્લી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બસપાએ ભલે 10 બેઠકો જીતી હોય, પરંતુ આ વખતે સટ્ટાબજાર બીએસપીને હળવામાં લઇ રહ્યું છે કારણ કે સટ્ટાબજારમાં એવું કોઈ નથી કે જે બીએસપી પર બોલી લગાવી શકે. બીએસપીને બિડના નામે કોઈ પૂછતું નથી.

સવાલ એ છે કે શું 4 જૂને ભાજપ પોતાના દાવ પર ઉતરી શકશે કારણ કે ભાજપ યૂપીમાં 80 માંથી 80 સીટો જીતવાનો દાવો કરતી જોવા મળી રહી છે. 

તો બીજી તરફ સટ્ટા બજાર એનડીએને 55 થી 70 સીટો સુધી મળવાનો દાવો કરે છે. યુપીમાં બજાર સપા કોંગ્રેસ ગઠબંધનને થોડી બઢત આપી રહ્યું છે પરંતુ જો આ દાવા સાચા પડ્યા પડ્યા તો ભાજપ દાવો ખોટો પડશે. 

અહીં આપવામાં આવેલી જાણકારી અલગ-અલગ માધ્યમો જેવા કે સમાચાર પત્ર, મીડિયા રિપોર્ટ્સ અને સટ્ટા બજારોના જાણકારોના માધ્યમથી આપવામાં આવી છે. અમે સટ્ટા બજારને કોઇપણ પ્રકારે પ્રોત્સાહિત કરતા નથી અને નાતો અમારો એવો કોઇ ઉદેશ્ય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link