Mobile ચાર્જ કરતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલ, નહીં તો થઈ શકે છે તમારું મોત

Thu, 13 May 2021-11:57 am,

મોબાઈલ ચાર્જ કરતી વખતે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતા ચાઈનીઝ ચાર્જરના ઉપયોગથી તમારા ફોનની બેટરી જલદી ખરાબ થઈ શકે છે. એટલું જ નહીં તેનાથી તમારા ફોનને પણ નુકસાન થઈ શકે છે.

ઘણાં લોકોને એવી આદત હોય છેકે, તેઓ વારંવાર સતત ફોન ચાર્જિંગ કર્યા કરતા હોય છે. દા.ત., જો ફોનની બેટરી 90 ટકા ફૂલ ચાર્જ હોય તો પણ ઘણાં લોકો મોબાઈલ ચાર્જિંગમાં લગાવી રાખે છે. સ્માર્ટફોનના નિષ્ણાતોનું માનવું છેકે, આ રીતે વારંવાર ફોનને ચાર્જ કરવાથી ફોનની બેટરી પર દબાવ પડે છે.

ધ્યાન રાખો કે, ફોનને વારંવાર ચાર્જ કરવાનું ટાળો. ફોનની બેટરી જ્યારે 20 ટકા કે તેનાથી ઓછું ચાર્જિંગ બતાવે ત્યારે જ ફોન ચાર્જ કરવા મુકો. આવી કરવાથી તમારા ફોનની બેટરી વધારે લાંબા સમય સુધી ચાલશે અને તે ખરાબ પણ નહીં થાય. 

મોબાઈલ કવર સાથે જ રાખીને ફોન ચાર્જ કરવાથી બેટરી પર દબાણ વધે છે. તેથી હંમેશા કવર કાઢીને જ મોબાઈલ ચાર્જ કરવો જોઈએ.  

ઘણીવાર લોકો જલદી ચાર્જિંગના ચક્કરમાં ફાસ્ટ ચાર્જિંગ App ડાઉનલોડ કરી લે છે. વાસ્તવમાં આવી એપ સતત તમારા ફોનના બેકગ્રાઉંડમાં ચાલુ જ રહે છે જેનાથી બેટરી વધારે વપરાય છે. અને આવી એપ મોબાઈલ માટે નુકસાન કરાક છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link