Photo: ધુમ્મસની ચાદરમાં લપેટાયો `તાજમહેલ`, એક સમયે લોકોને લાગ્યું તાજમહેલ ગુમ

Sat, 04 Jan 2025-7:43 pm,

સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડી પડી રહી છે. ત્યારે દિલ્હી સહિતના અનેક શહેરોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે આગ્રામાં તાજમહેલ પણ ગાઢ ધુમ્મસમાં છુપાયેલો જોવા મળ્યો હતો.

દિલ્હીમાં સવારે સમયે અક્ષરધામ નજીક અંધારું અને ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું હતું. આ ઉપરાંત વિઝિબિલિટી પણ ઓછી હતી, જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર બન્યા હતા.

દુનિયાની સાત અજાયબીઓમાંની એક સંગમરમરના પથ્થરોથી બનેલો તાજમહેલ પણ ધુમ્મસની છુપાયેલો જોવા મળ્યો. 

આસામની રાજધાની ગુવાહાટીમાં પણ ભારે ઠંડી પડી રહી છે. ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટી અહીં પણ જોવા મળી હતી.

અયોધ્યા શહેરમાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે રામ મંદિર સ્પષ્ટ દેખાતું નહોતું. 

પંજાબના ભટિંડામાં પણ શીતલહેર વચ્ચે આખું શહેર ધુમ્મસથી ઢંકાયેલું જોવા મળ્યું હતું. 

મધ્યપ્રદેશમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ધટાડો થયો છે.

યુપીમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. અહીં પણ પારો સતત ગગડી રહ્યો છે અને ઠંડીના પવનો ફૂંકાઈ રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link