PHOTOS : લાલ કિલ્લા પર 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી
લાલ કિલ્લા ખાતે જેવા વડાપ્રધાન પહોંચ્યા કે તેમને બાળકોએ ઘેરી લીધા હતા. વડાપ્રધાન મોદી પણ સુરક્ષા ઘેરો તોડીને બાળકોની વચ્ચે પહોંચી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લા ખાતે દેશના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રી સહિત સેનાની ત્રણેય પાંખના વડાએ સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે લગભગ 92 મિનિટ સુધી ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. તેમણે વીરોને નમન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે મારા માટે દેશનું ભવિષ્ય જ સર્વસ્વ છે, રાજકીય ભવિષ્ય કશું જ મહત્વનું નથી. પીએમ મોદીએ પોતાના ભાષણના અંતમાં 'જય હિંદ' અને 'ભારત માતા કી જય'ના ઉદઘોષથી કર્યો.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આ દરમિયાન જાહેરાત કરી કે દુનિયા ભારતને બજાર ગણે છે પરંતુ હવે આપણે પણ દુનિયા માટે તૈયાર રહેવું પડશે. દરેક જીલ્લામાં એક ખૂબી છે, જેને દુનિયામાં પ્રચારિત કરવી જોઇએ. દેશના ઉત્પાદનને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવો જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરતાં પહેલા ગાર્ડ ઓફ ઓનર મેલવ્યું હતું. સેનાની ત્રણેય પાંખના જવાનોએ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી છે. ત્રણેય સેનાઓનો તાલમેલ વધારવા માટે હવે તેમના એક સેનાપતિ બનાવવામાં આવશે. જે 'ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ' (CDS) કહેવામાં આવશે. સેનાના ઇતિહાસમાં આ પદ પહેલીવાર બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ત્રણેય સેનાઓને એકસાથે ચાલવું પડશે.
લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતનું આખું મોદી મંત્રીમંડળ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
લાલ કિલ્લા ખાતે દિલ્હીની 41 સરકારી સ્કૂલની 3500 છાત્રાઓ, 5 હજાર દર્શ અને 17 સ્કૂલના 700 એનસીસી કેડેટ પીએમ મોદીના ભાષણ સ્થળની સામે 'નયા ભારત' શબ્દોની રચના કરી હતી. સાથે જ 'એક્તામાં મજબુતી'ને તેઓએ રેખાંકિત કર્યું હતું.
વડાપ્રધાન મોદી જેવા ભાષણ આપીને નીચે ઉતર્યા કે સ્કૂલના બાળકોએ તેમને મળવા માટે દોટ મુકી હતી.
વડાપ્રધાન મોદીનું લાલ કિલ્લા ખાતે સેનાની ત્રણેય પાંખના વડાએ અભિવાદન કર્યું હતું.