PHOTO : દેશભરમાં સ્વતંત્રતા દિવસની સાથે રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલતા હોય છે. પ્રયાગરાજ ખાતે જનોઈ બદલવાનો સામુહિક કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
રક્ષાબંધનના આ પાવન પર્વ પર બિહારમાં એક ભાઈએ તેની બહેનને શૌચાલયની અનોખી ભેટ આપી હતી.
અટારી-વાઘા બોર્ડર પર ફરજ બજાવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને રાખડી બાંધવા માટે અનેક બહેનો પહોંચી હતી.
કેન્દ્રીય મંત્રી સાધવી નિરંજન જ્યોતિએ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને રાખડી બાંધી હતી.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું.
પ્રયાગરાજમાં બહેનોએ અર્ધલશ્કરી દળોના જવાનોને રાખડી બાંધીને દેશની સુરક્ષાનું વચન લીધું હતું.
અટારી-વાઘા બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને અહીં આવેલી બહેનોએ રાખડી બાંધી હતી. જવાનોએ પણ બહેનો સાથે સેલ્ફી ખેંચાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની બહેનો પાસે રાખડી બંધાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે દિવ્યાંગ બાળકો પણ પહોંચ્યા હતા. વડાપ્રધાન આ બાળકોને જોઈને ભાવવિભોર થઈ ગયા હતા અને તેમણે ખુબ જ હર્ષ સાથે રાખડી બંધાવી હતી.
પ્રયાગરાજમાં હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધીને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે પોતાના ઘરે રક્ષાબંધન ઉજવી હતી. તેમણે ઘરે સુરક્ષામાં તૈનાત જવાનોને રાખડી બાંધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે નાના ભુલકાઓ પણ પીએમ હાઉસ પહોંચ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના પૂરા સેક્ટરમાં સેનાના જવાનોને અહીં રહેતી બહેનોએ રાખડી બાંધી હતી. સેનાના જવાનોએ એક-બીજાને મીઠાઈ ખવડાવીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.