PHOTO : શ્રીનગરમાં 11 વર્ષની સૌથી ભારે હિમવર્ષા, ફરી પાછી આવશે હાડ ધ્રુજાવતી ઠંડી

Mon, 24 Dec 2018-7:17 pm,

હવામાન ખાતાના એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે, શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં લગભગ 11 વર્ષમાં આ સૌથી ઓછું તાપમાન રહ્યું છે. 31 ડિસેમ્બર, 2007ના રોજ શહેરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  (ફોટો- PTI)

 

શીત લહેરના કારણે અહીંની ડલ ઝીલ સહીત કેટલાક જળાશયો અને પાણી પૂરવઠાની પાઈપલાઈનમાં પાણી જામી ગયું છે. કાઝીગુંડમાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નજીકના કોકરનાગમાં માઈનસ 3.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. (ફોટો- PTI)

ઉત્તર કાશ્મીરના કુપવાડામાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અધિકારીએ જણાવ્યું કે, પહેલગામમાં રવિવારે રાત્રે માઈનસ 7.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. ગુલમર્ગમાં પણ માઈનસ 6.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.  (ફોટો- PTI)

લેહમાં રવિવારે રાત્રે માઈનસ 14.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને નજીકના કારગિલમાં તો તે માઈનસ 15.3 ડિગ્રી જેટલું નીચું રહ્યું હતું.  (ફોટો- PTI)

કાશ્મીર અત્યારે 'ચિલ્લઈ કલાં'ની પકડમાં આવી ગયું છે. 40 દિવસના આ સમયગાળામાં સૌથી વધુ ઠંડીનો અનુભવ થતો હોય છે અને હિમવર્ષા પણ વધારે થતી હોય છે. જેના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો છે. 'ચિલ્લઈ કલાં'નો સમયગાળો 31 જાન્યુઆરીના રોજ પુરો થાય છે અને ત્યાર બાદ પણ કાશ્મીરમાં શીતલહેર તો ચાલુ જ રહેતી હોય છે.  (ફોટો- PTI)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link