વોર ઝોનમાંથી પસાર થશે ટ્રેન : વડાપ્રધાન મોદી હશે અંદર, બાઈડેન અને મેક્રોન પણ કરી ચૂક્યા છે મુસાફરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યુક્રેન પહોંચવાના છે. વડાપ્રધાન કિવમાં 7 કલાક રોકાય તેવી સંભાવના છે, જ્યારે તેમની મુલાકાતમાં લક્ઝરી ટ્રેન દ્વારા 10 કલાકનો પણ સમાવેશ થશે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન વિરુદ્ધ રશિયન કાર્યવાહી શરૂ થયા પછી પીએમ મોદીની મુલાકાત કોઈ ભારતીય નેતાની પ્રથમ યાત્રા છે. ( તસવીર -Evan Vucci / POOL / AFP)
જ્યારે પીએમ મોદી તેમની યુક્રેનની મુલાકાત દરમિયાન ટ્રેન રેલ ફોર્સ વનમાં (Rail Force One) સવાર થશે, ત્યારે તેઓ માત્ર પ્રવાસ જ નહીં કરે પરંતુ તેઓ એ વિશ્વ નેતાઓની યાદીમાં સામેલ થશે જેઓ રેલ ફોર્સ વનની યાત્રા કરી ચૂકયા છે. આ ટ્રેનમાં અગાઉ યુએસ પ્રમુખ જો બિડેન, મેલોની અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન જેવા નેતાઓ બેસી ચૂક્યાં છે. ( તસવીર - Evan Vucci / POOL / AFP)
આ એવરેજ ટ્રેનની (Rail Force One) મુસાફરી નથી. તમામ જરૂરી સુવિધાઓ અને સુરક્ષા સાથે યુદ્ધ ક્ષેત્રો વચ્ચે 10-કલાકની લક્ઝરી ટ્રેનની મુસાફરી છે. રેલ ફોર્સ વન માત્ર આકર્ષક નામ નથી. આ 'આયરન ડિપ્લોમસી'ની સિદ્ધિ દર્શાવે છે. આ શબ્દ યુક્રેનિયન રેલ્વે કંપનીના સીઇઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ( તસવીર - twitter@ AKamyshin)
રશિયન આક્રમણની શરૂઆતથી કિવમાં ફ્લાઇટ સેવા બંધ છે. એરપોર્ટ બંધ અને રસ્તાઓ જોખમ ભરેલા હોવાને કારણે યુક્રેનમાં મુસાફરી કરવાનો સૌથી સલામત અને સૌથી વિશ્વસનીય માર્ગ ટ્રેન દ્વારા છે. પરંતુ માત્ર કોઈ ટ્રેન જ નહીં, આ એક ખાસ ડિઝાઈન કરેલી સર્વિસ છે જે અમેરિકી રાષ્ટ્રપતિથી લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સુધીના લોકોએ યાત્રા કરી છે.
રેલ ફોર્સ વનનું (Rail Force One) ઈન્ટિરિયર તેના ગેસ્ટ લિસ્ટ જેટલું જ પ્રભાવશાળી છે. લાકડાની પેનલવાળી કેબિનથી લઈને તમામ લક્ઝરી સુવિધા આ ટ્રેનમાં છે. મીટિંગ માટે લાંબુ ટેબલ, આરામ કરવા માટે સોફા, દિવાલ પર ટીવી સાથે સૂવાની પણ વ્યવસ્થા છે. આ લક્ઝરી ટ્રેન મૂળ 2014માં ક્રિમીયાની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી હતી.