હવે રાજસ્થાનની બાગડોર સંભાળનાર અશોક ગેહલોતની આ જૂની તસવીરો તમે પહેલા ક્યાંય નહિ જોઈ હોય
અશોક ગેહલોત પહેલીવાર વર્ષ 1988માં રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ બે વાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હવે તેઓ ત્રીજીવાર પ્રદેશની કમાન સંભાળશે.
27 નવેમ્બર, 1977ના રોજ સુનીતા ગેહલોત સાથે તેમના લગ્ન થયા હતા. તેમને સંતાનમાં દીકરો વૈભવ અને દીકરી સોનિયા છે. અશોક ગેહલોત કોંગ્રેસના એવા નેતા છે, જેમની ગણતરી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે. અશોક ગેહલોતને ત્રણ-ત્રણ વડાપ્રધાનના મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળ્યો છે. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને નરસિંમ્હા રાવ. કોંગ્રેસના ભરોસેમંદ નેતાઓમાં સામેલ અશોક ગેહલોત વિદ્યાર્થીકાળથી આ સંઘર્ષ કરીને આ મુકામ પર પહોંચ્યા હતા.
1982-83માં પર્યટન ઉપમંત્રી, 1983-84માં નાગરિક ઉડ્ડયન, 1984માં ખેલ ઉપમંત્રી, 1984-85માં પર્યટન અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી, 1991-93 સુધી વસ્ત્ર રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર)નો પદભાર સંભાળ્યો હતો.
કોણ જાણતું હતું કે, જાદુગરનો દીકરો એક દિવસ રાજનીતિમાં એવા જાદુ બતાવશે કે, રાજ્યની સત્તા પર ત્રીજીવાર કબજો કરશે. ગત 40 વર્ષોથી રાજનીતિમાં સક્રિય અશોક ગેહલોતનો જન્મ 3 મે, 1951ના રોજ જોધપુરમાં થયો હતો. અશોક ગેહલોતના પિતા લક્ષ્મણ સિંહ ગેહલોત વ્યવસાયે જાદુગર હતા.
અશોક ગેહલોતે વિજ્ઞાન અને કાયદા વિષયમાં ગ્રેજ્યુએશન બાદ અર્થશાસ્ત્રમાં એમએનો અભ્યાસ કર્યો. NSUI થી રાજનીતિ શરૂ કરનારા અશોક ગેહલોત બાદમાં યૂથ કોંગ્રેસ અને સેવા દળ દ્વારા કોંગ્રેસના મુખ્ય ધારામાં પહોંચ્યા. રાજસ્થાનમાં માત્ર 34 વર્ષની ઉંમરમાં જ તેઓ પ્રદેશ અધ્યક્ષ બની ગયા હતા.
અશોક ગેહલોત એવા નેતા છે, જેમને સાદગી બહુ જ ગમે છે. રાજનીતિક સમર્થકોની ફોજથી હંમેશા ઘેરાયેલા રહેનાર 67 વર્ષીય અશોક ગેહલોત વિશે કહેવાય છે કે, તેઓ 24 કલાક પોતાના કાર્યકર્તાઓ માટે ઉપલબ્ધ રહે છે. કોઈ પણ સમયે કાર્યકર્તા આવે અથવા તો સમાન્ય વ્યક્તિ તેમને ફોન કરે, તો તેઓ તેની સમસ્યા બહુ જ સરળતાથી સોલ્વ કરે છે.
આજ જ્યાં નેતાઓ 7 સ્ટાર અને 5 સ્ટાર હોટલ્સની નીચે વાતો નથી કરતા, ત્યાં અશોક ગેહલોતની એક સાદગીભરી બાબત લોકોને બહુ જ ગમે છે. તેઓ કોઈ પણ ગામ-દેહાતમા રોકાઈને લોકો સાથે વાત કરી લે છે. ઈલેક્શન પ્રચાર દરમિયાન પોતાની ગાડીમાં તેઓ પારલે-જી બિસ્કીટ રાખે છે ને ક્યાંય પણ લોકો સાથે વાત કરતા કરતા ચાની ચુસ્કી અને બિસ્કીટ ખાય છે.