Photos: યુવરાજ સિંહની પ્રેમીકા કિમ શર્મા કરી રહી છે ટેનિસ સ્ટાર લિએન્ડર પેસને ડેટ!
વર્ષ 2000માં યશરાજ બેનરની ફિલ્મ મહોબ્બતેથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી. એક્ટ્રેસ કિમ શર્મા છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. કિમ વર્ષ 2010થી અભિનયની દુનિયાથી દૂર છે. પરંતુ તે અનેક વાર ચર્ચાનું કેન્દ્ર બને છે. તેનું કારણ છે તેમનું અફેયર અને લગ્ન.
કિમ શર્માનું નામ સૌથી પહેલાં ક્રિકેટર યુવરાજસિંહની સાથે જોડાયું હતું. હાલ કિમ અને ટેનિસ સ્ટાર લિએન્ડર પેસના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે કિમ અને લિએન્ડરે સાથે ગોવામાં સ્પૉટ કર્યું જેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યા છે. જો કે, હજુ સુધી કિમ અને લિએન્ડરની રિલેશનશિપ ઓફિશિયલી સામે નથી આવી.
રિલેશનશિપ ચાર વર્ષ સુધી ચાલી. તે બાદ વર્ષ 2007માં બંનેનું બ્રેકએપ થઈ ગયું. કિમ અને યુવરાજના લગ્નની ખબર પણ ખૂબ ચર્ચામાં રહી હતી.
કિમે 2010માં કેન્યામાં રહેતા બિઝનેસમેન અલી પુંજાની સાથે મોમ્બાસામાં લગ્ન કર્યા હતા. અલીના પહેલા લગ્ન થઈ ગયા હતા અને તેના 3 બાળકો પણ હતા. કિમ સાથે પ્રેમ કર્યા બાદ અલીએ પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા અને કિમ સાથે લગ્ન કર્યા. અલી પહેલાં કિમ સ્પેનના કોર્લોસ માર્ટિનને ડેટ કરી રહી છે. બંનેએ લગ્નનું પ્લાનિંગ પણ કરી લીધું હતું. અને માદ્રીદ શિફ્ટ પણ થઈ ગઈ હતી. પરંતુ કોઈ કારણસર તેમને સગાઈ તોડી દીધી. અને તે બાદ કિમની લાઈફમાં અલીની એન્ટ્રી થઈ હતી.
છૂટાછેડાના કારણે પહેલાં કિમનું નામ મુંબઈના એક ફેશન ડિઝાઈનર અર્જુન ખન્ના સાથે જોડાયું હતું. બંને અનેકવાર સાથે પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં પણ કિમ અને અર્જુન બધાની સામે હાથ પકડેલા પણ દેખાયા હતા. પરંતુ બંનેમાંથી કોઈએ પણ પોતાની રિલેશનશિપ વિશે ઓફિશિયલી કોઈને ન કહ્યું. તે બાદ એક્ટ્રેસનું નામ સનમ તેરી કસમ એક્ટર હર્ષવર્ધનની સાથે જોડાયું. બંનેએ ડેટિંગની વાતને ઓફિશિયલી જાહેર કરી હતી. પણ તે રિલેશનશિપ થોડો સમય ચાલી અને પછી બ્રેકઅપ થઈ ગયું.