Bigg Bossના એક્સ કન્ટેસ્ટેન્ટ પ્રિન્સ નરૂલાએ કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ, જુઓ Pics...

Fri, 12 Oct 2018-9:31 am,

બિગ બોસમાંથી પોતાની એક ઓળખ ઘરે-ઘરે બનાવનાર પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરી આજે લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે. બન્ને મુંબઇમાં ફેમેલી અને ફ્રેન્ડ્સ વચ્ચે સગાઇ કરી લીધી હતી. આ સાથે બન્નેનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ શરૂ થઇ ગયું છે.

સગાઇના સમયે પર યુવિકા લાઇટ ગ્રીન કરલના ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઇ રહી હતી.

સગાઇની સેરેમનીમાં યુવિકાએ મરૂન કરલનું ગાઉનમાં અને પ્રિન્સ વ્હાઇટ કલરના ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં મેડ ફોર ઇચ અધર જાવા મળી રહ્યાં હતાં.

12 ઓક્ટોબરે બન્ને લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે. આ લગ્ન પંજાબી રીતી-રિવાજથી મુંબઇમાં થશે. ત્યારબાદ ચંડીગઢમાં બન્નેનું ગ્રેન્ડ રિસેપ્શન થશે.

પ્રિન્સ ઘણા સમયથી ટીવી સીરિયલ ‘બઢો બહૂ’માં લીડ રોલ અદા કરી રહ્યો છે. તે પહેલા પ્રિન્સ ઘણા રિયાલ્ટી શો જેમકે રોડીઝ-12, સ્પ્લિટ્સવિલા-8 અને બિગ બોસ-9 જીતી ચુક્યો છે. જેના કારણે પ્રિન્સને ‘રિયાલ્ટી શોઝ કિંગ’ પણ કહેવામાં આવે છે.

યુવિકા ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં જોવા મળી રહી છે. આ પહેલા તે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’, ‘ધ શૌકીન્સ’ અને ‘વીરે ધી વેડિંગ’માં પણ જોવા મળી હતી.

2 વર્ષના ડેટિંગ બાદ આ વર્ષની શરૂઆતમાં જ આ જોડીએ સગાઇ કરી લીધી હતી પરંતુ ઓફિશિયલી એવેન્ટ અત્યારે કરવામાં આવી છે. (ફોટો સાભાર: સોશિયલ મીડિયા ફેન પેજ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link