PHOTOS: અનોખા લગ્ન, અગ્નિને નહીં પરંતુ `આ` વસ્તુને સાક્ષી માનીને ફેરા ફર્યા, એકમેકના થયા
આ અનોખા લગ્નમાં એક ટ્રેઈની ડેપ્યુટી કલેક્ટરે અગ્નિને સાક્ષી માનવાની જગ્યાએ બંધારણની કોપીના સોગંધ ખાઈને જીવનસાથી સાથે જીવન વિતાવવાના પ્રણ લીધા.
સાત ફેરા લઈને એકબીજાનું થવું એ તો સામાન્ય વાત છે. પરંતુ મધ્ય પ્રદેશના બૈતૂલમાં ટ્રેઈની ડેપ્યુટી કલેક્ટરે ગણતંત્ર દિવસ પર બંધારણને સાક્ષી માનીને લગ્ન કર્યાં.
નિશા ગત સાત એપ્રિલે ટ્રેઈની ડેપ્યુટી કલેક્ટર તરીકે કાર્યરત થઈ હતી.
નિશાના લગ્ન દિલ્હીમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા સુરેશ અગ્રવાલ સાથે થયાં. 26 જાન્યુઆરીના રોજ બંનેએ થાઈલેન્ડમાં આવેલા બૌદ્ધ વિહારમાં બંધારણની કોપીને હાથમાં રાખીને એકબીજા સાથે લગ્ન કર્યાં.
દેશ પાછા ફરીને તેમણે હરિયાણાના ગુરુગ્રામમાં પણ બંધારણને સાક્ષી માનીને લગ્ન કર્યાં. ત્યારબાદ રજિસ્ટર્ડ લગ્ન કર્યાં. ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરે જણાવ્યું કે બાળપણથી ભારતના બંધારણ પ્રત્યે તેને ખુબ આસ્થા અને અતૂટ વિશ્વાસ છે.
નિશાનું માનવું છે કે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ છે. જે અનેકતામાં એક્તાનો સંદેશ આપવાની સાથે જ તમામ વર્ગોના મૌલિક અધિકારોને અખંડ રાખે છે. દેશને એકસૂત્રમાં બાંધવાનું કામ પણ બંધારણ કરે છે.