Phtoos : આસામની એક ગાયનુ દૂધ લેવા રોજ લાગે છે લાંબી લાઈન
આ ગાય માત્ર 7 મહિનાની હતી, ત્યારે જ અઢી લીટર દૂધ આપતી હતી. ગાયના શરીરમાંથી બહ જ બહુ જ સારી સુગંધ આવે છે. લોકોનું માનવુ છે કે, જે તે ગૌ માતાનો અવતાર છે. આ ગાયનું દૂધ પીવાથી પેટની બીમારી, પેટનુ દર્દ, માથાનો દુખાવો, પેરેલાઈસિસ અને અન્ય રોગ દૂર થાય છે. આ ગાયનું દૂધ પીવાથી મનની ઈચ્છા પૂરી થાય છે. સ્થાનિક લોકો કહે છે કે, આ કોઈ સાધારણ ગાય નથી.
ગાયના માલિક ફજર અલીનું કહેવું છે કે, આ ગાય વાછરડાના જન્મ વગર જ રોજ 13 લીટર દૂધ આપે છે અને 7 મહિનાની ઉંમરથી દૂધ આપવાની શરૂઆત કરી હતી. મેં આ ગાય વેચવા માટે 5 લાખનો ભાવ લગાવ્યો હતો. પણ તેના બાદ ગાયે ખાવા-પીવાનું છોડી દીધું હતું. જેથી બાદમાં મે તેને વેચવાનો વિચાર છોડી દીધો. રોજ હજારો ભક્તો ગાયનું દૂધ પીવા આવે છે. દૂધ પીવાથી તેમની અનેક બીમારી દૂર થઈ રહી છે.
હિન્દુ ભક્તોનું કહેવુ છે કે, આ ગાય ચમત્કારિક હોવાથી અમે તેનુ દૂધ પીવા આવ્યા છીએ.
એક મુસ્લિમ મહિલાએ કહ્યું કે, આ ગાયનું દૂધ રીવાથ મારા કમરનો દુખાવો એક ઝટકામાં ગાયબ થઈ ગયો.
અહીં આવેલા અનેક લોકોએ કહ્યું કે, અમારી બીમારીઓ ગાયનું દૂધ પીવાથી સારી થઈ ગઈ. તો એક વ્યક્તિએ તેનુ કેન્સર આ ગાયના દૂધથી મટી ગયું તેવું તેણે કહ્યું. (રિપોર્ટ - શરીફુદ્દીન અહેમદ, ગુવાહાટી)
रिपोर्ट बाय- शरीफुद्दीन अहमद, गुवाहाटी