Photos : શાહી શોખથી ભરેલી હતી અરુણ જેટલીની લાઈફ, બોલિવુડના એક હીરોના આશિક હતા
આપાતકાળ દરમિયાન સરકારની વિરુદ્ધ મોરચો માંડ્યા બાદ જેટલીને લાંબા સમય જેલમાં પસાર કરવા પડ્યા હતા. આ દરમિયાન તેમણે તિહાર અને અંબાલા જેલમાં કેદી બનાવીને રાખવામાં આવ્યા હતા. ઈમરજન્સી દરમિયાન તેમણે 1975થી 1977ની વચ્ચે અંદાજે 19 મહિના મીસા અંતર્ગત જેલમાં રહેવા પડ્યું હતું.
અરુણ જેટલીએ પોતાનો સ્કૂલી અભ્યાસ દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને ગ્રેજ્યુએશન શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી કર્યું હતું. તે જમાનામાં જેટલીના વાળ લાંબા હતા અન તેઓ બીટલ્સવાળા જ્હોન લેલનની સ્ટાઈલના ચશ્મા પહેરતા હતા. તેઓ જોવામાં પણ બહુ જ સ્માર્ટ લાગતા હતા. જેને કારણે કોલેજમાં તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હતા, પોતાના અલગ અંદાજને કારણે બહુ જ ફેમસ રહેતા. તેમના ચશ્માની બનાવટ ગોળ હોવાને કારણે કેટલાક લોકો તેમના ચશ્માને ગાંધી ગોગલ્સ પણ કહેતા હતા.
જેટલીના નજીકના મિત્રો બતાવે છે કે, તેઓ વિદ્યાર્થી જીવનમાં બહુ જ શરમીલા રહેતા હતા. સ્ટુડન્ટ્સ લાઈફમાં તેઓ અનેક યુવતીઓમાં ફેમસ હતા. તેઓ કોઈની સાથે વધુ વાત કરતા ન હતા. જ્યારે યુવતીઓ તેમની પાસે વાત કરવા આવે તો તેઓ ત્યાંથી જતા રહેતા હતા. આમ તો ડિબેટ્સમાં તેઓ કલાકો સુધી વાત કરી લેતા હતા, પરંતુ તેના બાદ ત્યાંથી તરત નીકળી જતા હતા.
જેટલીના નજીકના લોકો જણાવે છે કે, તેમણે ફિલ્મ જોવાનો બહુ જ શોખ હતો અને તેઓ દેવાનંદના બહુ જ મોટા ફેન હતા. તેઓ દેવાનંદના એટલા મોટા ફેન હતા કે, જોની મેરા નામમાં દેવાનંદે કયા કલરનુ શર્ટ પહેર્યું હતું, તે પણ તેમને યાદ રહેતુ હતું. તેઓ અનેકવાર ફિલ્મોના ડાયલોગ્સ બોલતા હતા.
1977માં વાજપેયી જેટલી લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તેમની ઉંમર ઈલેક્શન લડવા માટે ઓછી હતી. તો જેલમાં રહેવાને કારણે તેમના અભ્યાસનું એક વર્ષ પણ ખરાબ થયું હતું. જેને કારણે તેમણે પોતાનો લોની ડિગ્રી પૂરી કરવાનો નિર્ણય લીધો.
જેટલીના લગ્નમાં ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી બંને સામેલ થયા હતા. તેમના લગ્ન સંગીતા ડોગરા સાથે થયા હતા, જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગિરધારી લાલ ડોગરાની દીકરી હતા.
જેટલીને મોંઘીદાટ ઘડિયાળનો બહુ જ શોખ રહેતો. તેમણે એ સમયે પેકેટ ફિલીપ ઘડિયાળ ખરીદી હતી. એ સમયના લોકો ઓમેગાથી આગળ કંઈ ખરીદવાનું વિચાર કરતા ન હતા.
જેટલી કોલેજના દિવસોથી જ ABVP સાથે જોડાયેલા હતા અને રાજનીતિમાં સક્રિય થયા હતા. આ દમરિયાન જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ કરી તો તેમણે સરકાર સામે મોરચો માંડ્યો. જેને કારણે અરુણ જેટલી પર પોલીસે ગાળિયો કસવાનું શરૂ કર્યું અને તેમની ધરપકડ કરવા માટે 25 જૂન, 1975ના રોજ રાત્રે બે વાગ્યે તેમના ઘરની બહાર પહોંચી ગયી. પોલીસ જોરજોરથી દરવાજા ખટખટાવવા લાગી. અચાકન તેમના પિતા મહારાજ કૃષ્ણ જેટલીને કોઈ સાથે ચર્ચા કરવાનો અવાજ આવ્યો, અને તેમની ઊંઘ ઉડી ગઈ. જેટલીને સમજતા વાર ન લાગી કે પોલીસ તેમને પકડવા આવી છે. ધરપકડથી બચવા માટે તેમણે મોડી રાત્રે બે વાગ્યે પાછળના દરવાજાથી ભાગી નીકળવુ પડ્યું.
જેટલી અને તેમના મિત્રોને ડિસ્કોથેકનો પણ શોખ હતો. તેઓ એકમાત્ર ડિસ્કોથેક સેલરમાં જતા હતા.
અરુણ જેટલી સારી વાનગીના પણ શોખીન હતા. તેમની આ આદતને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુ જ ચિંતિંત રહેતા હતા. તેઓ હંમેશા જેટલીને ડાયટ કન્ટ્રોલ કરવાની સલાહ આપતા હતા.