આ છે 2019ની Miss India 2019, એકથી એક હોંશ ઉડાવી દેતી તસવીરો જોવા કરો ક્લિક

Sun, 16 Jun 2019-3:29 pm,

સુમન 23 વર્ષની છે અને તેનો જન્મ 23 નવેમ્બર, 1996ના દિવસે થયો હતો. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે સુમન રમત રમવામાં પણ અવ્વલ છે અને બાસ્કેટ બોલ તેની ફેવરિટ ગેમ છે. 

મિસ ઇન્ડિયા બનતા પહેલાં સુમન રાવ નવી મુંબઈ, 2018 2018માં ફર્સ્ટ રનર અપ રહી ચુકી છે. 

મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં આયોજિત મિસ ઇન્ડિયા પ્રતિયોગિતામાં એક્ટ્રેસ હુમા કુરેશી, ચિંત્રગંદા સિંહ, રેમો ડિસૂજા, વિક્કી કૌશલ અને આયુષ શર્મા, મિસ વર્લ્ડ 2018 વેનેસા પોસે, શહાને પિકોક, મુકેશ છાબરા હાજર રહ્યા હતા.

આ સ્પર્ધામાં તેલંગાનાની સંજના વિજ ફર્સ્ટ રનર અપ રહી હતી. બિહારની શ્રેયા શંકરે મિસ ઈન્ડિયા યૂનાઇટેડ કોન્ટિનેન્ટ 2019નો ખિતાબ જીત્યો હતો. છત્તીસગઢની શિવાની જાધવે મિસ ગ્રેન્ડ ઈન્ડિયા 2019નો ખિતાબ જીત્યો. ફેમિના મિસ ઈન્ડિયા 2019 પ્રતિયોગિતામાં 30 કન્ટેસ્ટન્ટે ભાગ લીધો હતો. 

સુંદરતા અને ટેલેન્ટથી ભરેલી આ સાંજને કરણ જોહર, મનીષ પોલ અને પૂર્વ મિસ વર્લ્ડ અને મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરે હોસ્ટ કરી હતી. 

સુમન જીવનમાં પોતાના માતા-પિતાથી ખૂબ જ પ્રભાવિત છે. સુમન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરી રહી હતી. સુમને આ ખિતાબ જીતીને પોતાનું સપનું સાચું કર્યું છે. 

સુમનનું કહેવું છે કે તે જિંદગીમાં તે એવા કામ કરવાની પણ હિંમત રાખે છે જેને લોકો અશક્ય માને છે. મિસ ઈન્ડિયા ખિતાબ જીતનારી સુમન કહે છે કે તેના માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link