આ ખેલાડીઓ પર તૂટ્યો દુ:ખોનો પહાડ, કોરોનાને કારણે ગુમાવ્યા પરિવારના સભ્યો

Sat, 15 May 2021-8:32 pm,

ભારતીય મહિલા ટીમની સ્ટાર વેદ કૃષ્ણમૂર્તિ (Veda Krishnamurthy) પર આ દિવસોમાં દુ:ખનો પહાળ તૂટી પડ્યો છે. વેદની માતા અને બહેનને કોરોના વાયરસથી સંક્રમિત હતા, જેના બાદ તાજેતરમાં જ બંનેનું મોત નીપજ્યું હતું.

પિયુષ ચાવલાના (Piyush Chawla) પિતાને પણ કોરોના વાયરસના (Coronavirus) કારણે આ દુનિયાથી અલવિદા કહેવું પડ્યું છે. અનુભવી ભારતીય લેગ સ્પિનર ​​ચાવલાએ કોવિડ-19 માંથી તેના પિતા પ્રમોદકુમાર ચાવલાને ગુમાવ્યો હતો. તેણે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખરાબ સમાચાર આપ્યા છે.

રાજસ્થાન રોયલ્સના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના (Chetan Sakariya) પરિવારને પણ કોરોના વાયરસનો શિકાર બનવું પડ્યું હતું. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ચેતનનાં પિતાનું અવસાન થયું હતું. તે 42 વર્ષનો હતો. ચેતનને તેના પિતા દ્વારા ઓટો રિક્ષા ચલાવીને ખેલાડી બનાવવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન ચેતન ચૌહાણનું (Chetan Chauhan) પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ અવસાન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તબિયત લથડતાં તેમને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે પછી તેમનું મોત નીપજ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link