Beyt Dwarka: દરિયાની વચ્ચોવચ વસેલો બેટ દ્વારકા આઇલેંડ, જાણો અહીંના બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ્સ

Sun, 25 Feb 2024-1:57 pm,

સુદર્શન સેતુનું ઉદઘાટન 25 ફેબ્રુઆરી ના રોજ થયું છે, આ બ્રિજ ઓખા શહેરના બેટ દ્વારકાને જોડે છે, તેની લંબાઇ 2.3 કિલોમીટર છે. આ એક કેબલ સ્ટેડ બ્રિજ છે જે અહીં હવે આ સુંદર ટૂરિસ્ટ સ્પોટ બની ગયું છે. આ પુલ પર મુસાફી કરવાની મજા કંઇક અલગ છે. 

શ્રી કેશવરાયજી મંદિર (Shri Keshavraiji Temple) બેટ દ્વારકાનું મુખ્ય શ્રી કૃષ્ણ મંદિર છે જેનું નિર્માણ પુષ્કરણા બ્રાહ્મણે કરાવ્યું હતું. આ પવિત્ર ઝરણું સંખ સરોવર (Shankh Sarovar) પાસે આવેલું છે. અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે.   

તમે બેટ દ્વારકા આવો અને સમુદ્રની લહેરો અને રેતની મજા ન માણો, એવું કેવી રીતે બની શકે. જ્યારે આખો આઇલેંડ ફરી લો ત્યારે દાંડી હનુમાન બીચ (Hanuman Dandi Beach)જરૂર જાવ અને સુકૂનનો અહેસાસ થશે. 

ગુરૂદ્વારા ભાઇ મોહાકમ સિંહજી (Gurudwara Bhai Mohakam Shinghji) સિખ ધર્મનું પૂજા સ્થળ છે. જે બેટ દ્વારકાના બુધિયા વિસ્તારમાં સ્થિત છે. તેનું નિર્માણ વર્ષ 1999માં કરાવવામાં આવ્યું હતું. જોકે અહીં સિખોની વસ્તી ખૂબ ઓછી છે, તેમછતાં ગુરૂદ્વારાનું મહત્વ ખૂબ વધુ છે. 

જ્યારે પણ તમે બેટ દ્વારકા આવો તો એકવાર લોકલ ફેરી રાઇડ (Ferry Ride) જરૂર લો, તેના દ્વારા તમે કચ્છની ખાડીમાં ફરવાનો આનંદ માણી શકો છો. જો તમે પ્રાઇવેટ બોટ લઇને પણ સમુદ્ર ફરી શકો છો. 

ડની પોઇન્ટ (Dunny Point) બેટ દ્વારકાનો એક છુપાયેલો ખજાનો છે, આ સી બીચ નેચર લવર્સ માટે એકદમ સુંદર જગ્યા છે જ્યાં સમુદ્રની લહેરોનો અવાજ તમને સુકૂન આપશે. અહીં આવ્યા વિના આ આઇલેંડની સફર અધૂરી છે. 

સનાતમ ધર્મમાં આસ્થા રાખનાર લોકો માટે દાંડી હનુમાન મંદિર (Dandi Hanuman Temple) એક દર્શનીય સ્થળ છે. આ બેટ દ્વારકાના મુખ્ય શ્રી કૃષ્ણ મંદિર (Sri Krishna temple) થી ફક્ત 5 કિલોમીટર દૂર સ્થિત છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link