New Year 2024: ફરવા માટેની આ જગ્યાઓ છે એકદમ પૈસા વસૂલ, નવા વર્ષની ઉજવણીમાં લાગશે ચાર ચાંદ

Sun, 03 Dec 2023-4:15 pm,

ક્રિસમસ પૂરી થતા જ લોકો ન્યૂ યર પ્લાન કરવાની તૈયારીમાં લાગી જાય છે. એકબીજાને પૂછવા લાગે છે કે તમે ન્યૂ યર સેલિબ્રેશન કરવા માટે ક્યાં જવાના છો. તો આવામાં અમે તમને ભારતના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે ઓછા પૈસામાં ફરીને મજા માણી શકો છો. યાદગાર રહી જશે તમારો આ પ્રવાસ. 

ગોવામાં ન્યૂ યર સેલિબ્રેટ કરવાની મજા જ કઈક અલગ હોય છે. અહીંની નાઈટલાઈફની મજા લેવા માટે લોકો અહીં ફરવા આવે છે. જો તમે પણ કઈ એવી જ મજેદાર અને ખુલીને મસ્તી કરવાવાળી જગ્યા શોધતા હોવ તો ગોવા પ્લાન કરવું જોઈએ. અહીં ફરવા માટે પ્રતિ વ્યક્તિ તમને 5થી 7 હજારનો ખર્ચો થશે. જે બજેટમાં પણ રહેશે. 

ભારતના આ સ્વર્ગમાં ફરવા માટે આજે જ પ્લાન કરી લો. કારણ કે આ જગ્યાએ જવાનું અને એ પણ આવા ખાસ અવસરે તે ભાગ્યે જ મળશે. અહીંના હિપ્પી કેફેના લોકો દિલ જીતી લે છે. બહાર દેખાતી પહાડોની સુંદરતા લોકોને ત્યાં થોડા દિવસ વધુ રોકાવા માટે મજબૂર પણ કરી લે છે.   

કસોલમાં તમે ખીરગંગા ટ્રેક માટે જઈ શકો છો. મલાણા ગામ ફરી શકો છો. પ્રતિ વ્યક્તિ ફરવાનો ખર્ચ 3 હજારથી 5 હજાર રૂપિયા સુધી આવે છે. જે ન્યૂયર બજેટને યાદગાર બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. 

સમુદ્ર તટ પર બાઈક ચલાવવાથી લઈને રૂફટોપ કેફે સુધી ફરવા માટે બેસ્ટ છે. પોંડિચેરીમાં અનેક ચીજો છે જે તેને ડ્રીમ ડેસ્ટિનેશન બનાવે છે. અહીંની ફ્રેન્ચ ઔપનિવેશિક શૈલીની ઈમારતો, લોકોને અહીં ફરવા માટે આકર્ષિત કરે છે. ખાસ કરીને આ જગ્યા ન્યૂ યર અને ક્રિસમસ દરમિયાન ખુબ સારી લાગે છે. અહીંની શાંતિના કારણે પોંડિચેરી ભારતમાં નવા વર્ષે ઉજવણી માટે સૌથી સારી જગ્યામાંથી એક છે. પ્રતિ વ્યક્તિ ખર્ચો લગભગ 3 હજારથી 5 હજાર રૂપિયાની આજુબાજુ પડશે.   

જયપુર ભારતમાં સૌથી સારા ન્યૂ યર પાર્ટી ડેસ્ટિનેશનમાંથી એક છે. આ રંગીન અને ચહલપહલવાળું શહેર જઈને તમે 2023ને અલવિદા કરી શકો છો. જયપુર તેના મહેલો અને કિલ્લાઓ માટે પણ ખુબ પ્રખ્યાત છે. અહીના કેટલાક યાદગાર સ્થળોમાં લોહાગઢ કિલ્લા રિઝોર્ટ, અને નાહરગઢ કિલ્લો સામેલ છે. એમ્બર પેલેસ, હવા મહેલ, સિટી પેલેસ જયપુરની કેટલીક શાનદાર જગ્યાઓ છે. પ્રતિ વ્યક્તિ 6 હજારથી 8 હજાર વચ્ચે ખર્ચો થાય. 

ન્યૂયરની ઉજવણીની વાત થતી હોય અને મનાલીનો ઉલ્લેખ ન થાય એવું બને ખરા. તિબ્બતી મઠ, વન વિહાર, વશિષ્ઠ મંદિર, વગેરે મનાલીની રોનક વધારે છે. અહીંના પહાડો પર રહેલી ડીજે નાઈટ ખુબ જ શાનદાર લાગે છે. 

મનાલીમાં ઠંડી ઠંડી હવા સાથે ડીજેની મજા જ અલગ હોય છે. પેરાશુટિંગ, પેરાગ્લાઈડિંગ, અને સ્કેટિંગ કરતા તમે મનાલીમાં મસ્તી કરી શકો છો. આ નવા વર્ષમાં શાંતિ અને શુકૂન મેળવવા માટે મણિકરણ સાહિબના ગુરુદ્વારામાં જઈ શકો છો. મનાલી ટ્રિપ પ્રતિ વ્યક્તિ 4 હજારથી 5 હજાર વચ્ચે પડે. 

ઝીલોની નગરી ઉદયપુરમાં જો તમે પ્લાન કરી રહ્યા હોવ તો આ ટ્રિપ તમારી યાદગાર બની રહેશે. જગમગાતી રોશની અને સૂર્યાસ્તનો નજારો, સાથે સોહામણું વાતાવરણ લોકોને મજા કરાવે છે. બજેટમાં ફરવા માટે સુપર્બ શહેર છે. 

ઉદયપુરમાં તમે પબ અને ક્લબમાં મસ્તી કરી શકો છો. ઉદયપુરમાં ફરવા માટે ખર્ચો પ્રતિ વ્યક્તિ લગબગ 6 હજારથી 10 હજારની આજુબાજુ આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link