New Year: ઠંડીમાં ફરવાનું પ્લાનિંગ કરતા હોવ તો આ જગ્યાઓ છે એકદમ બેસ્ટ...એક તો ગુજરાતીઓનું ખુબ ફેવરિટ

Wed, 13 Dec 2023-8:59 am,

ગુજરાતને એકદમ અડીને આવેલું રાજસ્થાનની ધરતી પરનું આ હીલ સ્ટેશન ખુબ જ આહલાદક અને ગુજરાતીઓને ગમતું છે. તમારા નવા વર્ષને યાદગાર બનાવવા માંગતા હોવ તો તમારે ભારતની આ યુનિક જગ્યા પર એકવાર જરૂર જવું જોઈએ. માઉન્ટ આબુની પહાડીઓ તમારું મન જીતી લેશે. 

મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અહીંની સુંદરતા જગપ્રસિદ્ધ છે. તમારા નવા વર્ષની ઉજવણીના પ્લાનિંગમાં તમારે મનાલી પણ વિચારવું જોઈએ અહીંનું કુદરતી સૌંદર્ય તમારું મન જીતી લેશે. 

નવા વર્ષની ઉજવણી માટે ગોવા લોકોની ચોઈસ રહ્યું છે. તમે મિત્રો સાથે જવાનું પ્લાનિંગ કરતા હોવ કે પછી પરિવાર સાથે...ગોવા તમારી મસ્તીમાં ચાર ચાંદ લગાવી દેશે. બીચની મજા માણી શકશો. આ સાથે જ ત્યાંની નાઈટલાઈફ પણ સારી હોય છે. 

હિમાચલ પ્રદેશમાં સ્થિત કસૌલની સુંદરતાને એક્સપ્લોર કરવા માટે લોકો દર વર્ષે પહોંચતા હોય છે. અહીંની સુંદરતા તમારી નજરમાં વસી જશે. પાછા આવવાનું મન જ નહીં થાય.

જો મને ખુબ શોરબકોર કે ભીડભાડ ન ગમતા હોય તો નવા વર્ષની ઉજવણી માટે તમે કોઈ શાંત અને સુંદર જગ્યા પર જઈ શકો છો. આ માટે પોંડિચેરી બેસ્ટ ઓપ્શન છે. ફરવા માટે અનેક સારી જગ્યાઓ છે. 

રાજસ્થાનનું જયપુર પણ ફરવા માટે કોઈ કમ નથી. ત્યાં અનેક કિલ્લા અને મહેલ છે. જ્યાં તમને ફરવામાં ખુબ મજા આવશે. રાજસ્થાનનું જયપુર ફરવા માટે ખુબ લોકપ્રિય છે અને અહીં અલગ અલગ રીતે કિલ્લા મહેલ હવેલી લોકોને ખુબ પસંદ પડે છે. 

પરિવાર હોય કે પછી મિત્રોનું ગ્રુપ નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે દહેરાદૂન પણ એક સરસ ઓપ્શન છે. અહીં તમે તમારા ગ્રુપ સાથે જઈને ખુબ એન્જોય કરી શકો છો. આ જગ્યાઓની સારી વાત એ છે કે આ બધા બજેટ ફ્રેન્ડલી છે અને આ જગ્યાઓને જો તમે એક્સપ્લોર કરતા હોવ તો નવા વર્ષની ઉજવણી યાદગાર બની શકે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link