ફરવા માટે સૌથી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્લાનિંગ કરો, આજુબાજુ છે 15 જેટલા પિકનીક સ્પોટ

Fri, 26 Oct 2018-6:54 pm,

182 મીટર ઊચી આ પ્રતિમા એકવાર અનાવરણ થશે, તેના બાદ જ તેની રોનક કેવી છે તે માલૂમ પડશે. સ્ટેચ્યુમાં સરદાર પટેલની છાતીના ભાગે એટલે કે 135 મીટરની ઊંચાઈએ વ્યૂઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. બે લિફ્ટથી ઊપર પહોંચીને જે નજારો જોવા મળશે, તે તો અનાવરણ બાદ જ ખબર પડશે. અહીંથી સરદાર સરોવર, સાતપુડા તથા વિંધ્યાયળની પર્વતમાળાઓ, ઝરવાણી ધોધ સહિત આસપાસના રમણીય નજારા જોઈ શકાશે.  31 ઓક્ટોબર પછી દેશમાંથી જ નહિ, વિદેશમાંથી આવતા પ્રવાસીઓ પણ સૌથી પહેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાત દેશે. બોટમાંથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો નજારો જોઈ શકાશે તે માટે પ્રવાસીઓ માટે બોટની સુવિધા પણ શરૂ કરવામા આવનાર છે. તો બીજી તરફ, સ્ટેચ્યુમાં દૂબઈની બુર્જ ખલિફા જેમ ફિલ્મ પણ દર્શાવાશે. જર્મન ટેકનોલોજીની જેમ અહીં ફિલ્મ બતાવાશે. (તસવીર સાભાર - ફોટોગ્રાફર હરિઓમ ગુર્જર)

નર્મદા ડેમ કે દક્ષિણ ગુજરાત ફરવા જતા પરિવારો માટે આ ઉત્તમ પીકનીક સ્પોટ બની રહેવાનું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો ખર્ચ વધુ નહિ આવે. યુવતીઓ તેમના એક ટોપ અને યુવકો તેમના એક શર્ટની કિંમતમાં તેને નિહાળી શકશે. માત્ર 500 રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈ શકાશે. જેમાં બસ ટિકીટના 30 રૂપિયા, એન્ટ્રી ટિકીટના 120 રૂપિયા  (12 વર્ષ સુધીની વ્યક્તિની 60 રૂપિયા ) અને વ્યૂઈંગ ગેલેરી નિહાળવાના 350 રૂપિયા સામેલ છે. રસપ્રદ બાબત એ છે કે, અમેરિકાનું ફેમસ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવાના ખર્ચ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખર્ચ ઘણો ઓછો છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા માટે વ્યક્તિને 28 ડોલર (2100 રૂપિયા) તથા વૃદ્ધોને 21 ડોલર (1600 રૂપિયા) ચૂકવવા પડે છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 7500 સ્કવેર મીટરમાં સરદાર પટેલ મ્યુઝિયમ ઊભું કરાયું છે. જેમાં 40 હજાર દસ્તાવેજો, 2000 ફોટાં અને રિસર્ચ સેન્ટર દ્વારા સહેલાણીઓની સરદાર વિશેની જાણકારી મેળવી શકશે. (તસવીર સાભાર - ફોટોગ્રાફર હરિઓમ ગુર્જર)

જો તમે દિવાળીમાં ત્રણ દિવસની આ ટુરનું પ્લાન કરો છો, તો એક દિવસ તો તમારો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ નીકળી જશે. જ્યારે બાકીના બે દિવસોમાં તમારી પાસે ફરવા માટે આસપાસના અનેક સ્થળો છે. જો તમે ઈકો ટુરિઝમ તરફ જવા માંગતા હોવ તો જાંબુઘોડા અભિયારણ્ય બેસ્ટ ઓપ્શન બની જશે. સરદાર સરોવરથી થોડે દૂર ઝરવાણી ધોધમાં જવાનો લ્હાવો અદભૂત બની રહેશે. વડોદરાથી નીકળો એટલે રસ્તામાં ધાબાડુંગરી, જાંબુઘોડા અભયારણ્ય, કડા ડેમ, ઝંડ હનુમાન, હાથણીમાતાનો ધોધ વગેરે સ્થળો તમને રસ્તામાં આવતા જશે. ગ્રીનરીથી ભરપૂર જાંબુઘોડા અભ્યારણ્યમાં તમને જંગલી પ્રાણીઓ જોવાનો અદભૂત રોમાંચક અનુભવ મળી રહેશે. આ જંગલ ટ્રેકિંગ માટે પણ ફેમસ છે. શાંતિના સ્થળો શોધવા નીકળતા લોકો માટે જાંબુધોડા બેસ્ટ ઓપ્શન બની રહેશે. જ્યાં કુદરતી વાતાવરણમાં શુદ્ધ હવા શ્વાસમાં ભરી શકાય છે.  

જાંબુઘોડાથી માત્ર સાત-આઠ કિલોમીટરના અંતરે કડા ડેમ આવેલો છે. અડાબીડ જંગલોમાંથી વહેતી નદી પર આ ડેમ બંધાયો છે. ડેમની બંને બાજુ નાની નાની ટેકરીઓ અને ગાઢ જંગલો છે. અહીંનું વાતાવરણ જોઈને તમને પરત ફરવાનું મન જ નહિ થાય. આ ઉપરાંત જો તમારી પાસે સમય હોય તો સુરપાણેશ્વર જવાનું પણ પ્લાનિંગ કરી શકો છો. જે પણ જંગલ વિસ્તારથી ઘેરાયેલું છે.

જો તમારી પાસે વધુ એક દિવસ છે, તો તમે ચોથા દિવસમાં ચાંપાનેર-પાવાગઢની ટુર કરી શકો છો. જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજોની વ્યવસ્થા છે. ચાંપાનેર અને પાવાગઢ સારી રીતે જોવું હોય તો બે દિવસ ફાળવવા જોઈએ. પાવાગઢ પર ચડતાં અડધે રસ્તે માંચી નામના સ્થળે રોકાણ માટે સરસ સગવડ છે તથા અહીંથી ઉડનખટોલા (રોપ વે) માં બેસી પાવાગઢની ટોચ સુધી જઈ શકાય છે. પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરમાં તમને અદભૂત હેરિટેજ સાઈટ્સ જોવા મળશે. 

નર્મદા કાંઠો હોવાથી આ વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં ઝંડ હનુમાન, ચાણોદ, કરનાળી, ગરુડેશ્વર, નારેશ્વર, રાજપીપળા જેવા સ્થળો પણ સામેલ છે.  આ સ્થળો બારેમાસ મુસાફરોથી ભરાયેલા હોય છે. આ તમામ સ્થળો વડોદરાની આસપાસના પિકનિક સ્પોટ હોવાથી, અહીં વડોદરાના લોકો વધુ દ્રષ્યમાન થશે. 

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને કારણે ગુજરાતના ઈકો ટુરિઝમને વેગ મળશે. તેમજ આ સ્ટેચ્યુને કારણે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની પણ સંખ્યા વધે તેવી શક્યતા છે. (તસવીર સાભાર - ફોટોગ્રાફર હરિઓમ ગુર્જર)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link