Pics : જ્યાં ચંદન, મોગરો, મસાલાની સુવાસ ફેલાયેલી છે, દિવાળીમાં ફરવા આ શહેર ખાસ ગમશે તમને

Tue, 23 Oct 2018-4:59 pm,

મૈસૂરમાં ગયા અને મેસૂર મહેલ ન જુઓ તો ગાંડપણ કહેવાય. વાડિયાર વંશજ પોતાની શાન માટે દેશવિદેશમાં ફેમસ હતા. આજે પણ તેની વિરાસત અહીં જોવા મળે છે. આજે ભલે રાજાશાહી ન હોય, પણ મૈસૂરના નાગરિકોમાં રાજાશાહી પ્રત્યેનો આદાર આજે પણ પહેલાની જેમ જ છે. મહેલમાં મૈસૂરના રાજાશાહીના અંશો ડગલેને પગલે જોવા મળે છે. મહેલના દિવાલો પર લાગેલા પેઈન્ટિંગ્સ તેની ભવ્યતા દર્શાવે છે. મૈસૂરમાં ફરવા જેવી બીજી જગ્યા પહાડી પર આવેલ ચામુંડેશ્વરી માતાનું મંદિર છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરાયેલો છે. પહાડી પર જઈને તમને સુંદર સુંદર નજારા જોવા મળશે. મૈસૂરનું સૌથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન વૃંદાવન ગાર્ડન છે. જ્યાં મ્યૂઝિકલ ફાઉન્ટેન પણ છે. 

મૈસૂર કર્ણાટકની રાજધાની તરીકે પણ પ્રખ્યાત છે. અહીં તમને દરેક ગલીએ તેનો અહેસાસ થશે. સ્પોર્ટસમાં આગળ મૈસૂરમાં ક્રિકેટ અને ગોલ્ફના મેદાનો પણ ભરપૂર છે. મૈસૂરમાં જ્યાં જ્યાં નજર ફેરવો, ત્યાં ત્યાં તમને સ્વચ્છ રસ્તાઓ, સુંદર ટ્રાન્સપોર્ટેશન, આકર્ષક ઈમારતો, વૃક્ષો અને દૂર સુધી ફેલાયેલી લીલોતરી નજરે ચઢશે. 

મૈસૂરમાં આવીને સિલ્ક સાડીઓનું શોપિંગ કરવાનું ન ભૂલતા. આ ઉપરાંત મૈસૂર ચંદન અગરબત્તી, મૈસૂર સેન્ડલ સોપ અને ચંદનની લાકડીમાંથી બનાવેલી કલાકૃતિઓ માટે પ્રખ્યાત છે. મૈસૂરની હવામાં તમને ચંદનની ભીની-ભીની સુગંધ એવી આવશે કે તમે તેને ખરીદ્યા વગર રહી નહિ શકો. અહીંની દુકાનો જોઈને તમને ચંદન ચોર વિરપ્પનની યાદ આવી જશે. એક સમયે અહીંના જંગલો પર તેનું સામ્રાજ્ય હતું.  

મૈસૂર જાઓ તો બિસિબેલે ભાત ખાવાનું ન ભૂલતા. તે કન્નડ પરિવારોમાં દાળ, ચોખા અને મસાલાથી બનતી ખાટ્ટી-મીઠ્ઠી વાનગી છે. જેમાં ડુંગળી-લસણનો જરા પણ ઉપયોગ કરાતો નથી. અહીંની ફેમસ મીઠાઈ છે મૈસૂર પાક. તે ઘી, ચણાનો લોટ, ખાંડ અને ઈલાયચીમાંથી બનેલી સ્વાદિષ્ટ રેસિપી છે. તેની શોધ વાડિયાર રાજાના શાહી રસોઈયા કાકાસુર મડપ્પાએ કરી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link