WTC માં આ 5 ખેલાડીઓએ ફટકાર્યા સૌથી વધુ છગ્ગા, યાદીમાં 3 નામો તો છે ટીમ ઈન્ડિયાના
World Test Championship માં સૌથી વધારે છગ્ગા ફટકારવામાં ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉંડર બેન સ્ટોક્સ નંબર-1 પર છે. કુલ 17 મેચોમાં સ્ટોક્સે 31 છગ્ગા ફટકાર્યા.
આ લિસ્ટમાં બીજી નામ છે ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માનું. રોહિતે World Test Championship માં કુલ 11 મેચોમાં 27 લાંબા લાંબા છગ્ગા ફટકાર્યા છે. ફાઈનલ મેચમાં રોહિત પાસે સ્ટોક્સનો રેકોર્ડ તોડવાની તક છે.
World Test Championship માં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં વધુ એક ભારતીય ખેલાડીનું નામ છે. ત્રીજા નંબર પરના ખેલાડીનું નામ છે મયંક અગ્રવાલ. તેણે 12 મેચમાં 18 છગ્ગા ફટકાર્યાં છે.
આ લિસ્ટમાં ચોથુ નામ છે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું. પંતે કુલ 11 મેચોમાં 16 છગ્ગા ફટકાર્યા છે. પંત પાસે પણ આ યાદીમાં નામ આગળ કરવાની તક છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે પંતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
આ લિસ્ટમાં છેલ્લું એટલેકે, પાંચમું નામ છે ઈંગ્લેન્ડના સ્ફોટક બેટ્સમેન જોસ બટલરનું. જોસ બટલર પણ એક વિકેટકીપર બેટ્સમેન છે. બટલરે કુલ 18 મેચોમાં 14 છગ્ગા ફટકાર્યા હતા.