PM kisan samman nidhi ના હેઠળ ખાતામાં પૈસા આવશે કે નહી, આ જ આ રીતે ચેક કરો સ્ટેટસ
જો તમારે લિસ્ટમાં તમારું નામ ચેક કરવું છે તો તમે સૌથી પહેલાં વેબસાઇટ pmkisan.gov.in પર જાવ. અહીં હોમ પેજ પર મેન્યુ બાર જુઓ અને અહીં ફાર્મર કોર્નર પર જાવ. ત્યારબાદ અહીં લાર્ભાર્થી યાદીની લિંક પર ક્લિક કરો. હવે તમારું રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામનું વિગત ભરો. આટલું કર્યા બાદ Get Report પર ક્લિક કરો અને જુઓ સમગ્ર લિસ્ટ. ખેડૂત સન્માન યોજના નિધિ વિશે અને વિસ્તારથી જાણવા માટે www.yojanagyan.in પર ક્લિક કરો.
જો તમારા સ્ટેટસમાં FTO is Generated and Payment confirmation is pending લખીને આવી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે સરકારે તમારા આપવામાં આવેલી જાણકારીને કન્ફર્મ કરી લીધી છે. હવે જલદી જ તમારે એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી દેવામાં આવશે.
જો તમારા સ્ટેટસમાં Rft Signed by State Government લખીને આવી રહ્યું છે તો તેનો અર્થ હોય છે Request For Transfer. એટલે કે તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીને ચેક કરી લેવામાં આવી છે. તેને આગળ માટે ટ્રાંસફર કરી દેવામાં આવ્યું છે. કુલ મળીને કહેવાનો અર્થ એ છે કે મોડા વહેલા તમારા એકાઉન્ટમાં 2,000 રૂપિયાનો હપ્તો જરૂર આવશે.
FTO નું ફૂલ ફોર્મ Fund Transfer Order છે. તેનો અર્થ એ છે કે રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીના આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અને બેંકના IFSC કોડ સહિત અન્ય વિવરણોની શુદ્ધતા સુનિશ્વિત કરી લેવામાં આવી છે. તમારા હપ્તાની રકમ તૈયાર છે અને સરકાર દ્વારા તેને તમારા ખાતામાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જો તમે આ યોજનામાં રજિસ્ટર્ડ છો અને તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવ્યો નથી, તો ટોલ ફ્રી નંબર પર ફોન કરી વાત કરી શકો છો. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂતોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત પીએમ-કિસાન હેલ્પલાઇન 155261 અથવા ટોલ ફ્રી 1800115526 નંબર પર ફોન કરી શકો છો. કિસાન મંત્રાલયના નંબર 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો.
બેલેન્સ ચેક કરવા માટે તમે વેબસાઇટ pmkisan.gov.in સાથે જોડાયેલા રહી શકો છો. આ સાથે જ મોબાઇલ એપની મદદથી પોતાને અપડેટ પણ રાખી શકો છો. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં હપ્તાનું સ્ટેટ્સ પણ જાણી શકાશે. PM Kisan માં રજિસ્ટ્રેશન માટે પાસના CSC (Common service centre) પર જવું પડશે. જો તમે આ એપને ડાઉનલોડ કરી લીધી છે તો ઘરેબેઠાં જ આ બધા કામ સરળતાથી પતાવી શકો છો. આ એપ દ્વારા યોજના સાથે જોડાયેલી શરતો વિશે સરળતાથી જાણી શકો છો.