ખેડૂતો ખાસ જાણો! જો આ રહી ગયું તો કટ થઈ જશે PM કિસાનના લીસ્ટમાંથી નામ, નહીં મળે 2000
કેન્દ્ર સરકારની આ યોજનામાં નાના-સિમાંત ખેડૂતોને આ રકમ દર ચાર મહિને રૂ. 2,000ના હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે, જે DBT હેઠળ સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે. આ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી.
PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ₹3.46 લાખ કરોડ સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં (18મા હપ્તા સુધી) ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખેડૂતો હવે 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જે બે શરતો પૂરી કરશે.
નોંધનીય છે કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભો મેળવવા માટે ખેડૂતોએ તેમની કેટલીક વિગતો આપવી પડશે અને E-KYC કરાવવું પડશે. જો તમે પણ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરી હોય તો તમારે રજિસ્ટ્રેશન નંબર યાદ રાખવો પડશે અને E-KYC વિગતો અપડેટ રાખવી પડશે. જો લાભાર્થી ખેડૂત આ બે બાબતો ભૂલી જશે તો તેનું નામ લાભાર્થીની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે અને તેમને 19મા હપ્તાના રૂ. 2,000 મળશે નહીં.
PM કિસાન યોજનાના લાભ મેળવવા માટે e-KYC એ એક ફરજિયાત પ્રક્રિયા છે, જે CSC કેન્દ્રમાંથી આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર અથવા બાયોમેટ્રિક રીતે પૂર્ણ કરી શકાય છે. જો તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી અથવા કંઈક ખૂટે છે તો તમારા હપ્તા અટકી શકે છે. આ માટે તમે પીએમ કિસાનના પોર્ટલ પર જઈને સ્ટેટસ જાણી શકો છો.
પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો તેમનું KYC સ્ટેટસ ચેક કરી શકે છે. આ માટે તેમણે pmkisan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. અહીંયા Farmers Corner જોવા મળશે. આમાં પહેલો વિકલ્પ e-KYC હશે. તેના પર ક્લિક કરો. આ પછી OTP based e-KYC લખેલુંવા હશે અને તમને તમારો આધાર નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે. તમારો આધાર નંબર દાખલ કર્યા બાદ તમને તમારું સ્ટેટસ જાણી શકશો. જો KYC અધૂરી છે તો તમે તેને અપડેટ કરી શકો છો.
સૌથી પહેલા pmkisan.gov.in પર જાઓ. હોમપેજ પર 'Farmers Corner' સેક્શનમાં 'eKYC'નો વિકલ્પ પસંદ કરો. eKYC પેજ પર તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. 'Search' બટન પર ક્લિક કરો. તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરો અને 'Submit' બટન પર ક્લિક કરો. સફળ eKYC પછી એક મેસેજ દેખાશે કે તમારું eKYC સફળતાપૂર્વક થઈ ગયું છે.