Cheetah Coming from Namibia: 70 વર્ષ બાદ ભારતમાં સંભળાશે ચિતાની દહાડ, ખાસ નામીબિયાથી આવશે

Thu, 15 Sep 2022-5:30 pm,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે અને આ વખતે ખાસ રહેવાનો છે. આ એટલા માટે કારણ કે દેશમાં લુપ્ત થઈ ચુકેલ ધરતી પર સૌથી ઝડપી દોડનાર વન્ય પ્રાણી ચિતા ભારતમાં આવવાના છે. પીએમ મોદી પોતાના જન્મદિવસ પર મધ્યપ્રદેશના પ્રવાસ પર રહેશે. પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસ પર આફ્રિકાથી આવી રહેલા ચિતાના દળને મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશ કરાવશે. 

ચિતા ધરતી પર સૌથી ઝડપી દોડનાર વન્ય-પ્રાણી છે અને ભારતમાં વિલુપ્ત શ્રેણીમાં આવી ચુક્યા છે. ઈતિહાસ તે વાતનો સાક્ષી છે કે ભારતમાં ચિતાનો ઈતિહાસ વર્ષો જૂનો છે. આપણા પૂર્વજો દ્વારા ગાંધીસાગર અભયારણના ચતુર્ભુજ નાલા તથા રાયસેન જિલ્લાના ખરબઈમાં મળેલ શૈલ ચિત્રોમાં ચિતાના ચિત્ર મળ્યા છે. માનવામાં આવે છે કે મધ્ય ભારતના કોરિયા (વર્તમાનમાં છત્તીસગઢમાં સ્થિત) ના પૂર્વ મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દ્વારા 1948માં ભારતમાં અંતિમ ચિતાનો શિકાર કરવામાં આવ્યો હતો. 

અંગ્રેજી સરકારના અધિકારીઓ તથા ભારતના રાજાઓ દ્વારા કરવામાં આવેલા શિકારથી 19મી સદીમાં તેની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો. અંતે 1952માં ભારત સરકારે સત્તાવાર રીતે દેશમાં ચિતાને વિલુપ્ત જાહેર કરી દીધા. 

તમામ ઔપચારિકતાઓ પૂરી થયા બાદ આફ્રિકી ચિતાને આવવાનો માર્ગ મોકળો બની ગયો છે. પ્રધાનમંત્રી મોદી 17 સપ્ટેમ્બરે ચિતાને મધ્યપ્રદેશના કૂનો રાષ્ટ્રીય પાર્કમાં પુનસ્થાર્પિત કરશે. આ સાથે પ્રદેશના ઈતિહાસમાં એક નવો કીર્તિમાન જોડાશે અને 70 વર્ષ બાદ ચિતા ફરી પોતાના રહેઠાણમાં વિચરણ કરી શકશે. 

નોંધનીય છે કે દુનિયામાં માત્ર 7000 ચિતા છે અને તેમાંથી મોટા ભાગના આફ્રિકામાં જોવા મળે છે. ઇન્ટરનેશનલ નોટ-ફોર-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ચિતા કંજર્વેશન ફંડ (CCF) નું હેડક્વાર્ટર નામીબિયામાં છે અને આ સંસ્થા ચિતાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. નામીબિયાની સાથે ભારત સરકારે આ વર્ષે 20 જુલાઈએ ચિતા રીઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ હેઠળ આઠ ચિતા લાવવાનો કરાર થયો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link