PM મોદીએ અમદાવાદમાં મેરાથોન રોડ શો કરી માસ્ટરસ્ટોક માર્યો! લોકોનું અભિવાદન ઝીલ્યું, PHOTOs

Fri, 02 Dec 2022-8:28 am,

પીએમ મોદીએ બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે અમદાવાદમાં 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો નરોડાથી ચાંદખેડામાં પૂર્ણ કર્યો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. 

આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં અંદાજે 4 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન પીએમ મોદીનું દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું. 

આગળ વધતા રોડ શોમાં એટલી ભીડ ઉમટી હતી કે લોકો મોદીને જોવા માટે રોડ પર આવી ગયા હતા. લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. લોકો મોદીની ગાડીની આગળ આવી ગયા હતા. એસપીજી કમાન્ડોએ લોકોને દૂર કરવાની ફરજ પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પાટીદારનો ગઢ ગણાતા ઘાટલોડિયા વિધાનસભામાં પહોંચ્યો હતો. પલ્લવ ચાર રસ્તાથી તેઓ પ્રભાત ચોકથી કાફલો પાટીદાર ચોક પહોંચ્યા હતો. ત્યાંથી આગળ વધી કાફલો અખબારનગર બ્રિજ પહોંચ્યો હતો.

વડાપ્રધાન મોદીનો કાફલો સાબરમતી પહોંચ્યો હતો. સાબરમતી પાવર હાઉસ થઈને પીએમ મોદીનો કાફલો સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી આગળ વધી વડાપ્રધાનનો કાફલો સાબરમતીથી ચાંદખેડા તરફ આગળ વધ્યો હતો. PMનો કાફલો વિસત ખાતે પહોંચ્યો હતો. વિસત સર્કલથી આગળ વધી મોદીનો કાફલો IOC રોડ ચાંદખેડા પહોંચ્યો હતો.

વડાપ્રધાને આરટીઓ સર્કલ પાસે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ત્યાંથી કાફલો સાબરમતી જવા રવાના થયો છે. જોકે, પીએમ મોદીના આગમન પહેલા સાબરમતી વિસ્તારમાં ભાજપના ખેસ, માસ્ક, ભાજપના પ્લે કાર્ડ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link