ત્રીજીવાર મોદી સરકાર બની તો આ કાકાએ ઢોલ વગાડીને બધાને મફતમાં જલેબી ખવડાવી
વર્ષ 1956થી ભુજમાં મીઠાઈની દુકાન ધરાવતા અરવિંદભાઈ ઠક્કરે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે તેઓ ફ્રીમાં જલેબી વિતરણ કરશે તેવી જાહેર કરી હતી. તેથી આજે ઢોલ વગાડી ફટાકડા ફોડીને ફ્રીમાં જલેબી વિતરણ કર્યું હતું
આમ તો અરવિંદભાઈ ઠકકર વર્ષોથી ક્રિકેટ અને નરેન્દ્ર મોદીના ફેન છે અને અત્યાર સુધી દરબાર ગઢ વિસ્તારની દુકાનોમાં 50થી વધારે વાર નિઃશુલ્ક જલેબી લોકો અને વેપારીઓને ખવડાવી ચૂક્યા છે. કાલે રાત્રે મોદીએ પીએમ તરીકે શપથ લેતાં ઢોલ વગાડીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
અરવિંદભાઈ જણાવે છે કે આમ તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેઓ તેમના કાર્યથી અને વ્યક્તિત્વથી પ્રભાવિત છે અને છેલ્લી બે ટર્મથી વડાપ્રધાન તરીકે પણ તેમણે અનેક કામો કર્યા છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકેની શપથ લીધી છે તેની તેમને ખૂબ ખુશી છે
ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ કોઈ પણ રીતે ભાજપ પક્ષના સભ્ય કે તેની કોઈ ઝુંબેશ સાથે સંકળાયેલા નથી. પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના ફેન છે. નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોથી પ્રભાવિત થઈને તેમને પોતાની મીઠાઈની દુકાનમાં આસપાસના વેપારીઓ અને રસ્તે જતા રાહદારીઓને નિઃશુલ્કમાં જલેબીનું વિતરણ કર્યું છે.અંદાજિત 15 કિલો જેટલી જલેબી ફ્રીમાં વિતરણ કર્યું અને હજુ ચાલુ રાખશે.