Photos: દુનિયાની મહાશક્તિઓ સાથે PM મોદીની મુલાકાત, યુક્રેનને શીખામણ, જુઓ G7 શિખર સંમેલનની તસવીરો

Sat, 15 Jun 2024-3:22 pm,

ઈટલીમાં પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. આ મુલાકાતની જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ @EmmanuelMacron સાથે એક ઉત્કૃષ્ટ બેઠક થઈ. એ વર્ષમાં અમારી આ ચોથી બેઠક છે. જે દર્શાવે છે કે અમે મજબૂત ભારત-ફ્રાન્સના સંબંધોને કેટલી પ્રાથમિકતા આપીએ છીએ. અમારી વાતચીતમાં રક્ષા, સુરક્ષા, ટેક્નોલોજી, એઆઈ, બ્લુ ઈકોનોમી, અને અન્ય અનેક વિષયો પર ચર્ચા થ ઈ. અમે એ વાત ઉપર પણ ચર્ચા કરી કે યુવાઓ વચ્ચે નવાચાર અને અનુસંધાનને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે. મે તેમને આગામી મહિને શરૂ થનારા પેરિસ ઓલિમ્પિકની મેજબાની બદલ શુભેચ્છાઓ પણ પાઠવી.   

પીએમ મોદી જી7ના શિખર સંમેલનમાં પીએમ ઋષિ સુનકને પણ મળ્યા. પોસ્ટ શેર કરીને તેમણે કહ્યું કે મળવું સુખદ રહ્યું. મે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત-બ્રિટન વ્યાપક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને દોહરાવી. સેમીકંડક્ટર, ટેક્નોલોજી અને વેપાર જેવા ક્ષેત્રોમાં સંબંધો ગાઢ  કરવાની ઘણી સંભાવના છે. અમે રક્ષા ક્ષેત્રમાં સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કરી. 

પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સાથે પણ ઉષ્માભરી વાતચીત કરી. તેમણે પોસ્ટ શેર કરી કહ્યું કે રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે ખુબ સાર્થક બેઠક થઈ. ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું કે ભારત માનવ કેન્દ્રીત દ્રષ્ટિકોણમાં વિશ્વાસ ધરાવે છે અને માને છે કે શાંતિનો રસ્તો વાતચીત અને કૂટનીતિક માધ્યમથી છે. 

પ્રધાનમંત્રી મોદીએ સંમેલનમાં વિશેષ આમંત્રણ પર સામેલ થયેલા પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી. પીએમ મોદી વ્હીલચેર પર બેઠેલા પોપ ફ્રાન્સિસને ભેટી પડ્યા. મુલાકાતની જાણકારી આપતા તેમણે કહ્યું કે હું લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને વધુ સારા  બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. આ સાથે જ તેમને ભારત આવવાનું નિમંત્રણ પણ આપ્યું. 

મંચ પર પહોંચતા જ ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ સંમેલનમાં સામેલથવા બદલ પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ હાથ જોડીને તેમના અભિવાદનનો જવાબ આપ્યો. ત્યારબાદ તેમણે પણ હાથ જોડીને રિપ્લાય કર્યો. ત્યારબાદ બંનેમાં કેટલીક ક્ષણો માટે હાસ્યસભર વાતચીત થઈ. 

પીએમ મોદીએ સંમેલનને સંબોધિત કરતા એઆઈ અને ઉર્જા, આફ્રિકા, અને ભૂમધ્યસાગરીય પર વાત કરી. માનવ પ્રગતિ માટે ટેક્નોલોજીના વ્યાપક સ્તરે ઉપયોગ અને સાઈબર સુરક્ષાના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો. આ અંગે મે વાતચીત કરી કે કેવી રીતે ભારત પોતાની વિકાસયાત્રા માટે એઆઈનો લાભ ઉઠાવી રહ્યો છે. તેમણે ક હ્યું કે આ મહત્વપૂર્ણ છે કે એઆઈ પારદર્શક, સુરક્ષિત, સુલભ અને જવાબદાર બની રહે. 

પીએમ મોદીએ સંમેલનમાં કહ્યું કે જ્યાં સુધી ઉર્જાનો સવાલ છે તો ભારતનો દ્રષ્ટિકોણ ઉપલબ્ધતા, પહોંચ, સામર્થ્ય, અને સ્વીકાર્યતા પર આધારિત છે. અમે નિર્ધારિત સમયગાળા પહેલા અમારા સીઓપી  પ્રતિબદ્ધતાઓને પૂરી કરવા માટે કામ કરીએ છીએ. ભારત મિશન લાઈફના સિદ્ધાંતોના આધારે હરિત યુગની શરૂઆત કરવા માટે કામ કરે છે. તેમણે ગ્રહને વધુ ટકાઉ બનાવવામાં માટે 'એક ઝાડ માતાને નામ' અભિયાન પર પ્રકાશ ફેંક્યો. 

પીએમ મોદીએ ગ્લોબલ સાઉથનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે વૈશ્વિક દક્ષિણની ભલાઈ માટે વાત કરવાની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી. તેમણે કહ્યું કે આ વિડંબણાભર્યુ છે કે કોઈ પણ વૈશ્વિક અનિશ્ચિતતા દરમિયાન ગ્લોબલ સાઉથ એક પ્રમુખ પીડિત રહે છે. આ સ્થિતિમાં ફેરફાર માટે ભારત આફ્રીકા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. જેની એક ઝલક ગત વર્ષે G20 શિખર સંમેલન દરમિયાન જોવા મળ્યું હતું જ્યારે આફ્રીકી સંઘને જી20ની સદસ્યતા અપાઈ હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link