Patan ના પ્રગતિશીલ ખેડૂતનો દેશમાં વાગ્યો ડંકો, PM મોદીએ મન કી બાતમાં આપ્યું ઉદાહરણ

Mon, 01 Mar 2021-3:40 pm,

ઉત્તર ગુજરાતમાં દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જતાં કંઇક નવી જ શોધ સાથે મગજમાં આવેલ વિચારથી પ્રગતીશીલ ખેડૂત કામરાજભાઈ ચૌધરીએ 2001 માં સરગવાનું 25 વીઘામાં વાવેતર કર્યું હતું, પરંતુ માર્કેટના અભાવે બે વર્ષ બાદ વાવેતર કાઢી નાખ્યું હતું. કારણ કે, ગુજરાતમાં તેના માટે યોગ્ય પ્લેટફોર્મ મળ્યું નહોતું. અહીંયા પોષણક્ષમ ભાવ ના મળતાં સરગવાની ખેતી ખોદીને કાઢી નાખવી પડી હતી. જો કે, 2010 માં ફરી એકવાર સાહસ કર્યું અને છેલ્લા 10 વર્ષથી ગુજરાત બહાર મદ્રાસ, કોલકાતા, હૈદરાબાદ, ઓડિશા, દિલ્હી એક્સપોર્ટ કરવા માટેનો મોકળો માર્ગ મળી ગયો હતો.

કામરાજભાઈએ જનરલી સરગવાના બીજને જાતે વિકશાવ્યા. જેથી આ સરગવાના કલરની સાઈનિંગ અને લંબાઈના કારણે તેના ઊંચા ભાવ મળી રહેતાં તેમજ ઉત્પાદન સારૂ રહેતા આજે વેપારીઓ મુલાકાત લઈ રહી છે. સાથે જ સરગવાની ડિમાન્ડમાં વધારો પણ થઈ રહ્યો છે. કામરાજભાઈ આજે પોતે સારૂ ઉત્પાદન કરી રહ્યા છે. તો સાથે આસપાસના લોકોને પણ ખેતીના કામમાં મજૂરી મળી રહેતા નવી રોજગારીની તક પણ ઉભી થઈ રહી છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના છેવાડાના ગામ એવા લુખાસણ ગામમાં રહેતા કામરેજભાઈએ એવું કર્યું કે દેશમાં ડંકો વાગી ગયો છે. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પાટણના પ્રગતિશીલ ખેડૂત તરીકે વાત કરતાં ગામ જ નહિ પરંતુ પાટણ જિલ્લાના એક પ્રગતિશીલ સફળ ખેડૂત તરીકે છવાઈ ગયા છે.

સવારથી જ સગા સંબંધીઓ તો ઠીક ગુજરાત બહારના વેપારીઓ દ્વારા કામરાજભાઈ દ્વારા ઘરે તૈયાર કરેલા ઓર્ગેનિક સરગવાની ડિમાન્ડ વધવા લાગી અને આજેને આજે જ ઓર્ડરો મળવાના શરૂ તો થયા જ પરંતુ આજે જ સરગવાનો નવો સ્ટોક મોકલવા માટે વેપારીઓએ તૈયારીઓ બતાવતા કામરાજભાઈએ મોદીજીનો ખુબ ખુબ આભાર માન્યો.

મન કી બાતમાં મોદીજીએ યાદ કર્ચા અને કામરાજભાઈને ગુજરાત બહારથી અન્ય વેપારીઓની સરગવાની ખરીદી માટે ડિમાન્ડ તો વધી સાથે ઊંચા ભાવ મળતા હોવાની વાતને લઇ આસપાસના જિલ્લાના ખેડૂતો પણ કામરાજ ભાઈના ખેતરની મુલાકાત લઇ તેમનું સમગ્ર માર્ગદર્શન મેળવી આગામી સમયમાં સરગવાનું વાવેતર કરવાની તૈયારી બતાવી છે.

સરગવાની ખેતી કરી કામરાજ ભાઈએ એક નવી દિશા ચીંધી પ્રગતિશીલ ખેડૂત બન્યા છે અને ઉત્સાહી ખેડૂતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નોંધી લીધી છે. ત્યારે સરગવાની ખેતી કરી બીજનું ઉત્પાદન કરી ગુણવત્તા યુક્ત રોપાનું વાવેતર કર્યું અને ઉત્પાદન કરી અન્ય રાજ્યમાં તેનું વેચાણ કરી રહ્યા છે. બાગાયત વિભાગના સાથ અને માર્ગદર્શન હેઠળ સફળ ખેતી કરવાની નવી રાહ ચંધી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link