વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવાનો PM મોદીનો અનોખો વિક્રમ
વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીજીને સઊદી અરબનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કિંગ અબ્દુલ અજીજ સૈશ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવોર્ડ ઓબામા, ડેવિડ કેમરૂન, પુતિન, શિંઝો આબેને મળી ચૂક્યો છે. આ ઉપરાંત જાન્યુઆરી 2019માં પીએમ મોદીને સૌપ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ત્રણ આધારરેખા પીપલ, પ્રોફિટ અને પ્લેનેટ પર કેન્દ્રિત છે. આ પુરસ્કાર દર વર્ષે દેશનાં કોઈ એક નેતાને એનાયત કરવામાં આવે છે.
4 જૂન, 2016માં પ્રધાનમંત્રી મોદીને અફઘાનિસ્તાનનાં પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તારના સર્વોચ્ચ સન્માન આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. અફઘાન-ભારત મૈત્રી બાંધના ઉદ્ઘાટન સમયે આ એવોર્ડ અપાયો હતો.
વર્ષ 2018માં પ્રધાનમંત્રી મોદીએ ભારત તથા અમીરો-ગરીબો વચ્ચે સામાજિક અને આર્થિક અંતરને દૂર કરવા માટે કરેલા સરાહનીય કામ માટે સિયોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારા નરેન્દ્ર મોદી પહેલાં ભારતીય છે.
વર્ષ 2018માં પ્રધાનમંત્રી મોદીને પેલેસ્ટાઈનમાં ગ્રાંડ કૉલર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે પેલેસ્ટાઈનનો વિદેશ મહેમાનોને આપવામાં આવતો સૌથી ઉચ્ચ પુરસ્કાર છે.
વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્રએ પ્રધાનમંત્રી મોદીને તેમનું સૌથી મોટું પર્યાવરણ સન્માન ચેંપિયન્સ ઑફ ધ અર્થથી સન્માનિત કર્યા હતા. ભારતના પ્રધાનમંત્રી મોદીને 2022 સુધી ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવાના સંકલ્પ બદલ આ એવોર્ડ અપાયો હતો.
પ્રધાનમંત્રી મોદીનું યૂએઈનાં સૌથી મોટા નાગરિક પુરસ્કાર ઑર્ડર ઑફ જાયદથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને આ સન્માન યૂએઈનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આપ્યો હતો.
વર્ષ 2019માં રશિયાએ પ્રધાનમંત્રી મોદીજીને પોતાના સૌથી ઉચ્ચ સન્માન સેંટ એંડ્ર્યૂ પુરસ્કારથી નવાજ્યા છે. પીએમ મોદીને આ સન્માન ભારત અને રશિયા વચ્ચેની રાજનીતિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવ્યું હતું.
વર્ષ 2019માં માલદિવ્સે પ્રધાનમંત્રી મોદીજીને પોતાના સૌથી મોટા સન્માન નિશાન ઈઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા છે.
વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદીને બહેરીનમાં ધ કિંહ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં પુરસ્કાર આપવામાં આવ્યો છે. જે બહેરીનનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન બદલ અમેરિકામાં ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી તેમનું સન્માન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીને આ એવોર્ડ અમેરિકાની પ્રતિસ્થિત સંસ્થા બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો. PM મોદીએ વર્ષ 2014માં ગાંધી જયંતીનાં દિવસે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.