વર્ષ 2023-24ને લઇ ભયાનક આગાહી કરનાર સૌરાષ્ટ્રના જાણીતા સંત સાથે PM મોદીએ કરી મુલાકાત, જુઓ PHOTOs
પરબધામના કરસનદાસ બાપુ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. તસવીર શેર કરીને માનનીય પ્રધાનમંત્રીએ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી તેમ લખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કરસનદાસ બાપુ ભેંસાણમાં પરબ ધામના સંત છે. પીએમ મોદીએ જનમેદની સંબોધતા કહ્યુ હતુ કે, મે આજે કરસનદાસ બાપુના આશીર્વાદ લીધા છે.
પ્રધાનમંત્રી મોદી અને કરસનદાસ બાપુની આ તસવીરો ગુજરાત બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે.
તસવીરનું કેપ્શન 'સંત અને સેવક'ની મુલાકાત.. આપવામાં આવ્યું છે. તસવીર શેર કરીને માનનીય પ્રધાનમંત્રીએ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી તેમ લખવામાં આવ્યું છે.
થોડા સમય અગાઉ કરશનદાસ બાપુનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેમણે વર્ષ 2023-24ને લઇને એક ભવિષ્ણવાણી કરી હતી.
વાયરલ વીડિયોમાં બાપુએ જણાવ્યું હતું કે, બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે. તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો. પરબધામના મહંત કરશનદાસ બાપુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો.