PM નરેન્દ્ર મોદીએ પુતિન સાથેની મુલાકાત દરમિયાન કર્યો અમેઠીનો ઉલ્લેખ, ખાસ જાણો

Thu, 13 Jun 2019-8:40 pm,

પીએમ મોદીએ કહ્યું કે "તમે મારા વિજયી થવાની ભવિષ્યવાણી કરી હતી. તમારા જેવા જૂના અને ઘનિષ્ઠ મિત્ર દ્વારા મને ખુબ ઉર્જા મળી. હું એ વાતનો ખુબ આભારી છું કે વિશ્વનું જે સૌથી મોટું સન્માન છે તેને આપવા બદલ હું હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. અમેઠીમાં રાઈફલ બનાવવાના પ્રોજેક્ટ માટે, તેની સ્થાપના માટે જે રીતે તમે સહયોગ આપ્યો તે માટે ખુબ આભારી છું. આપણે નક્કી કરીએ તો સમય મર્યાદામાં કેટલું મોટું કામ કરી શકીએ છીએ, તે તેનું એક ઉદાહરણ હતું. તે માટે હું આભારી છું."  

પુતિને પીએમ મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ પણ આ આમંત્રણનો હ્રદયપૂર્વક સ્વીકાર કર્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પીએમ મોદી રશિયા જશે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત  કરી. તેમણે આર્થિક અને સાંસ્કૃતિ સંબંધોમાં સુધાર માટે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો. ગત મહિને લોકસભા ચૂંટણીમાં જીત ઉપરાંત મોદી ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યાં પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. 

પીએમ મોદીએ રશિયા દ્વારા અપાયેલા સન્માન બદલ પણ પુતિનનો આભાર વ્યક્ત કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે વિશેષ ભાગીદાર, વિશેષ સંબંધ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે બિશ્કેકમાં એસસીઓ સંમેલન દરમિયાન મુલાકાત કરી. રણનીતિક સંબંધોને વધુ મજબુત કરવા માટે દ્વિપક્ષીય સંબંધોના તમામ પહેલુઓની સમીક્ષા કરી. 

વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ શી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અત્યંત ફળદાયી મુલાકાત કરી. અમારી વાતચીતમાં ભારત-ચીન સંબંધ સંપૂર્ણ વિસ્તારથી સામેલ હતાં. અમે અમારા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને સુધારવામાં મળીને કામ કરતા રહીશું. બેઠકની શરૂઆતમાં શી જિનપિંગે વડાપ્રધાન મોદીને ચૂંટણીમાં ભવ્ય જીત બદલ શુભેચ્છાઓ પાઠવી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link