PM Modi Rashifal: નરેન્દ્ર મોદી ફરી ત્રીજીવાર બનશે PM કે ઝોળી લઇને જતા રહેશે? મોટા સંકેત આપી રહ્યું છે રાશિફળ
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ આ વખતે 400 પારના નારા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી. પીએમ મોદી સહિત અમીત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથે આખા દેશમાં જોરદાર રેલીઓ કરી પાર્ટીના ફેવરમાં માહોલ બનાવ્યો. સાથે જ વિપક્ષનો પર્દાફાશ કરવામાં કોઇ કચાશ છોડી નહી.
વિપક્ષ પણ મોદી સરકાર પર હુમલો કરવામાં પાછળ રહી નથી. સપા મુખિયા અખિલેશ યાદવ, ટીએમસી ચીફ મમતા બેનર્જી, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કહ્યું કે ભાજપ 400 તો શું દોઢ સો સુધીનો આંકડો પાર કરી શકશે નહી.
આ ચૂંટણી જંગનું પરિણા શું હશે, એ તો 4 જૂને જ ખબર પડી જશે. જ્યારે ઇવીએમમાં વોટોની ગણતરી થશે અને એક-એક કરીને તમામ સીટોના રિઝલ્ટ સામે આવવાનું શરૂ થશે. પરંતુ તે પહેલાં પીએમ મોદીના રાશિફળે ચૂંટણીના પરિણામો વિશે મોટા સંકેત આપ્યા છે.
પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્ર કૃષ્ણા સ્વામીજીએ પીએમ મોદીના રાશિફળની ગણતરી કરી તેમના ભવિષ્ય અને દેશમાં આગળ થનાર સંભવિત ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી છે. તમારે આ રસપ્રદ જાણકારી જરૂર વાંચવી જોઇએ. તેનાથી તમને આગળ થનાર ઘટનાઓનો અંદાજો લાગી જશે.
કૃષ્ણા સ્વામીના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીનો જન્મ 1950માં 17 સપ્ટેમ્બરે થયો હતો. તેમના જન્મ સમયે તેમની કુંડળીમાં ચંદ્ર અને મંગળ વૃશ્ચિક રાશિમાં બેઠા હતા. જ્યારે સૂર્ય, બુધ, કેતુ અને નેપ્ચ્યુન અગિયારમા ભાવમાં બિરાજમાન હતા. જ્યારે ગુરુ ચોથા ઘરમાં શુક્ર અને શનિ સામસામે બેઠા હતા.
મોદીની કુંડળીમાં ગ્રહોની આ વિશેષ સ્થિતિના લીધે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ ગ્રહોના શુભ પ્રભાવના કારણે જ નરેન્દ્ર મોદીનું ભાગ્ય ઉજજવળ રહ્યું છે અને તે રાજકારણમાં ટોચ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. પોતાના આત્મબળ, દ્રઢ વલણ અને સાહસના લીધે તે આગળ વધ્યા છે.
કૃષ્ણ સ્વામી કહે છે કે હાલમાં નરેન્દ્ર મોદીની કુંડળીમાં શનિ અસ્ત છે અને 29 ડિગ્રી પર છે. ભાજપની કુંડળીમાં વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ છે. હાલમાં શનિ પણ ચંદ્રમામાં ભ્રમણ કરી રહ્યો છે. જેના કારણે શુભ યોગો બની રહ્યા છે.
ગ્રહોની આ વિશેષ સ્થિતિનો લાભ ભાજપને મળવા જઇ રહ્યો છે. આ લોકસભા ચૂંટણીમાં ભાજપ ભારે બહુમત સાથે ફરી સરકાર બનાવશે અને મોદી સતત ત્રીજીવાર પીએમના રૂપમાં દેશની કમાન સંભાળશે.
જ્યોતિષ કૃષ્ણ સ્વામી કહે છે કે ભાજપની સરકાર સારી બનશે પરંતુ 400 પાર કરવાનું સૂત્ર સાકાર નહીં થાય. ભાજપ તેના ગઠબંધન ભાગીદારો સાથે માત્ર 352 બેઠકો જ મેળવી શકશે.
તે ભવિષ્યના પ્રત્યે આગાહ કરતાં કહે છે કે ફેબ્રુઆરી 2026 માં ગ્રહોના યોગ બની રહ્યા છે. જેમ કે કારગિલ યુદ્ધ વખતે બન્યા હતા. તેના પ્રભાવથી પીઓકેમાં વિદ્રોહ ભકડશે અને ભારત પાક-ચીન સાથેના યુદ્ધમાં સફાઇ શકે છે. જોકે નુકસાન છતાં તેમાં જીત ભારતની થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALK તેની પુષ્ટિ કરતું નથી.)