PM Modi in Kanyakumari: ભગવો ઝભ્ભો અને 45 કલાકની સાધના, ધ્યાનમાં લીન PM મોદીની કન્યાકુમારીથી સામે આવી તસવીરો

Fri, 31 May 2024-3:13 pm,

લોકસભા ચૂંટણીના પરિણામ આવતાં પહેલાં પ્રધાનમંત્રી કન્યાકુમારી પહોંચ્યા છે. અહીં તે 45 કલાક સુધી ધ્યાન કરશે. ધ્યાનમાં બેસતાં પહેલાં પ્રધાનમંત્રીએ ભગવતી અમ્મન મંદિરમાં પૂજા અર્ચના કરી. 

ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલા કન્યાકુમારી ભારતના દક્ષિણી છેડા પર સ્થિત છે. શિકાગોના ધર્મ સંમેલનમાં જતાં પહેલાં સ્વામી વિવેકાનંદે અહીં ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું. 

આજથી 131 વર્ષ પહેલાં વર્ષ 1892 માં સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં ભાષણ આપતાં પહેલાં અહીં ધ્યાન કર્યું હતું. ચાર વર્ષો સુધી ભારતનું ભ્રમણ કર્યા બાદ વિવેકાનંદે પોતાની યાત્રા અહીં સમાપાન કર્યું હતું. 

ધ્યાન સાધના દરમિયાન પીએમ મોદી કોઇપણ પ્રકારનું ભોજન ગ્રહણ કરશે નહી. આ દરમિયાન તે ફક્ત નારિયેળ પાણી, ગ્રેપ જ્યૂસ અને પાણીનું જ ગ્રહણ કરશે. 

આ શહેરનું નામ આદિશક્તિ દેવી પાર્વતીના કન્યારૂપ કન્યાકુમારીના નામ પર પડ્યું છે. જેનું સમુદ્ર કિનારે પ્રાચીન મંદિર છે. આ મંદિરને જ દેવી અમ્મન મંદિર કહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link