Underwater Metro Train: હવે પાણીની અંદર કરો મેટ્રોમાં મુસાફરી, 120 વર્ષ સુધી અડિખમ રહે તેવી અંડર વોટર ટનલ વિશે જાણો

Wed, 06 Mar 2024-12:06 pm,

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં આજે પીએમ મોદીએ દેશના પહેલા અંડરવોટર મેટ્રો સેક્શનનું ઉદ્ધાટન કર્યું. પાણીની અંદર બનેલી મેટ્રો સુરંગ એન્જિનિયરિંગની એક શાનદાર ઉપલબ્ધિ છે. જે હુગલી નદીની નીચે 16.6 કિલોમીટર લાંબી છે. અંડરવોટર મેટ્રો હુગલીના પશ્ચિમી તટ પર સ્થિત હાવડાને પૂર્વ તટ પર સોલ્ટ લેક સાથે જોડશે. જેમાં 6 સ્ટેશન હશે. તેમાંથી 3 અંડરગ્રાઉન્ડ છે. આ સુરંગ ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે. કોરિડોરમાં હાલમાં સોલ્ડ લેક સેક્ટર પાંચથી સિયાલદાહ સુધીનોભાગ વ્યવસાયિક રીતે સંચાલનમાં છે. મેટ્રો રેલ મુજબ આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લાનમાં કરાઈ હતી. 

બે સ્ટેશનો હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે સુરંગની કુલ લંબાઈ 4.8 કિલોમીટર છે. તેમાં 1.2 કિમી સુરંગ હુગલી નદીમાં 30 મીટર નીચે છે. આ ઉપરાંત હુગલી નદીની નીચે સ્થાપિત હાવડા મેટ્રો સ્ટેશન, દેશનું સૌથી ઊંડાણમાં સ્થિત સ્ટેશન પણ બનશે. 

મેટ્રો ઓટોમેટિક ટ્રેન ઓપરેશન (ATO) સિસ્ટમથી ચાલશે. એટલે કે મેટ્રો ચાલકના એક બટન દબાવ્યા બાદ ટ્રેન આપોઆપ આગામી સ્ટેશન સુધી પહોંચશે. 

નદીની નીચે બે સુરંગ બનાવવામાં આવી છે. તેના દ્વારા લોકો નદીની વચ્ચે સુરંગમાં અડધી કિમીની મુસાફરી કરશે.  જેમાં લગભગ એક મિનિટ જેવું લાગશે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આ મેટ્રો ફક્ત 45 સેકન્ડમાં હુગલી નદી નીચે 520 મીટરનું અંતર કાપશે. ઈસ્ટ વેસ્ટ મેટ્રોના કુલ 16.6 કિમીમાંથી 10.8 કિમી ભૂમિગત છે. જેમાં હુગલી નદીની નીચે સુરંગ પણ સામેલ છે. બાકી હિસ્સો જમીનની ઉપર છે. 

કોલકાતા મેટ્રોની આ અંડર વોટર ટનલને લંડન અને પેરિસ વચ્ચે યુરોસ્ટાર ટ્રેનોની જેમ બનાવવામાં આવી છે. 

Afcons એ એપ્રિલ 2017માં સુરંગોનું ખોદકામ શરૂ કર્યું હતું અને તે વર્ષે જુલાઈમાં તેમણે પૂરું કર્યું. ત્યારબાદ તેમાં મેટ્રોની સફળ ટ્રાયલ કરી. 

નદીની વચ્ચે સુરંગ બનાવવી એક એન્જિનિયરિંગ ચમત્કાર છે. આવું ભારતમાં પહેલીવાર બન્યું છે. જ્યારે દુનિયાભરમાં આ દુર્લભ ગણાય છે. 

1980ના દાયકામાં ભારતમાં પહેલી મેટ્રોનો હિસ્સો કોલકાતામાં બન્યો હતો. હવે પહેલીવાર નદીની અંદર સુરંગ પણ અહીં જ બની છે. 

સુરંગનો નીચલો ભાગ પાણીની સપાટીથી 36 મીટર દૂર છે અને ટ્રેનો ગ્રાઉન્ડ સ્તરથી 26 મીટર નીચે દોડશે. 

નદીની વચ્ચે સુરંગ બનાવવી એક પડકાર હતો. પાણીનું કડકપણું, વોટરપ્રુફિંગ, અને ગાસ્કેટની ડિઝાઈનિંગ પ્રમુખ મુદ્દા હતા. સુરંગ બનાવતી વખતે 24x7 ક્રુ સભ્યોની તૈનાતી કરાઈ હતી. 

સુરંગને એ રીતે બનાવવામાં આવી છે કે તે 120 વર્ષ સુધી આમ જ રહેશે. પાણીનું એક ટીપું પણ નદીની સુરંગોમાં પ્રવેશી શકશે નહીં. અંડરવોટર ટ્રેનમાં લોકોને 5જી ઈન્ટરનેટની પણ સુવિધા મળશે. 

સુરંગોની કોંક્રીટ વચ્ચે હાઈડ્રોફિલિક ગાસ્કેટ છે. જો પાણી સુરંગની અંદર આવે તો ગાસ્કેટ ખુલી જશે. 

ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) સુરક્ષિત બહાર જવા માટે સબમરીનની જેમ બંધ થઈ જશે. 

આ સુરંગોને ભૂકંપીય ક્ષેત્ર 3 મુજબ બનાવવામાં આવી છે. કોલકાતા આ ઝોનમાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link