Pics: સમુદ્ર પર દેશના સૌથી લાંબા પુલનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, હવે મુંબઈથી નવી મુંબઈ માત્ર 20 મિનિટમાં, ગોવા જનારા પણ ખુશ

Mon, 15 Jan 2024-11:52 am,

અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ મુંબઈ અને નવી મુંબઈને જોડશે અને બંને શહેરો વચ્ચેના અંતરને ઓછું કરશે. આ પુલથી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર 20 મિનિટમાં કાપી શકાશે. મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક (MTHL) નું નામ હવે અટલ બિહારી વાજપેયી શિવડી- ન્હાવા શેવા અટલ સેતુ રાખવામાં આવ્યું છે. 

મુંબઈને નવી મુંબઈ સાથે જોડનારો આ પુલ 22 કિમી લાંબો છે, જેમાંથી 16.5 કિલોમીટર ભાગ પાણી પર છે અને 5.5 કિલોમીટર એલિવેટેડ રોડ છે.

તે મુંબઈ હાર્બર ટાન્સ લિંક પર જ્યાં બનાવવામાં આવ્યો છે તે વિસ્તારમાં દર વર્ષે શિયાળામાં ફ્લેમિંગો પક્ષી આવે છે. તેનો ખ્યાલ રાખવા માટે પુલના કિનારે સાઉન્ડ બેરિયર પણ લગાવવામાં આવ્યા છે. તેનાથી ધ્વનિ પ્રદૂષણ થશે નહીં અને પક્ષીઓને કોઈ નુકસાન નહીં થાય. આ ઉપરાંત પુલ પર એવી લાઈટો લગાવવામાં આવી છે કે તે ફક્ત પુલ પર રોશની ફેંકશે અને સમુદ્રી જીવોને નુકસાન કરશે નહીં. 

આ બ્રિજની મદદથી હવે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર ફક્ત 20 મિનિટમાં કાપી શકાશે. જ્યારે પહેલા આ અંતર કાપવામાં બે કલાકનો સમય લાગતો હતો. જેનાથી ઈંધણ અને સમય બંનેની બચત થશે. અટલ સેતુ મહારાષ્ટ્રના 2 સૌથી મોટા શહેરોને જોડનારા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે સાથે પણ જોડનારો મુંબઈ-પુણે એક્સપ્રેસ વે સાથે પણ જોડાશે અને આ 6 લેનનો હશે. મુંબઈ પોલીસ તરફથી મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક  (MHTL) પર 4 પૈડાના વાહનો માટે વધુમાં વધુ મર્યાદા 100 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ વાહનોમાં કાર, ટેક્સી, હળવા મોટર વાહન, મિની બસ અને ટુ એક્સેલ બસને સામેલ કરાઈ છે

આ પુલ દક્ષિણ મુંબઈમાં સેવરીમાં શરૂ થશે અને એલિફેન્ટાઈન આઈલેન્ડની ઉત્તરમાં થાણે ક્રીકને પાર કરશે અને ન્હાવા પાસે ચિરલે ગામમાં પૂરો થશે. આ બ્રિજ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરશે. 

આ સાથે જ તેનાથી મુંબઈથી પુણે, ગોવા અને દક્ષિણ ભારત સુધીનો પ્રવાસ કરવામાં લાગતો સમય ઓછો થઈ જશે. બ્રિજ ખુલ્યા બાદથી મુંબઈથી નવી મુંબઈ, નવી મુંબઈ એરપોર્ટ, મુંબઈ-પુણે એક્સપ્રેસ, મુંબઈ ગોવા હાઈવે સુધી ટ્રાફિકમાં ફસાયા વગર પહોંચવું સરળ બનશે. 

આ પુલ પર 100 કિલોમીટરની ઝડપથી વાહન ચલાવવાની મંજૂરી અપાઈ છે. વાહનોની ઝડપ જાળવી રાખવા માટે દેશમાં પહેલીવાર ઓપન રોડ ટોલિંગ સિસ્ટમ એમટીએચએલ પર હશે. અટલ બ્રિજ પર મુસાફરી કરનારાએ ફક્ત 250 રૂપિયા ટોલ ચૂકવવો પડશે.   

આ 6 લેનવાળો રોડ બ્રિજ છે. આ પુલની ઉપર અને નીચે 190 સીસીટીવી કેમેરા લાગેલા છે જેમાંથી 130 કેમેરા હાઈટેક અને AI થી લેસ છે. અટલ બ્રિજ બનાવવામાં લગભગ 177903 મેટ્રિક ટન સ્ટીલ અને 504253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં લગભગ 17840 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો છે.   

એમટીએચએલનું નિર્માણ 10 દેશોના એક્સપર્ટ અને 15000 સ્કિલ્ડ વર્કર્સની મદદથી તૈયાર કરાયું છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી બનેલો બ્રિજ ભૂકંપના ઝટકા અને સમુદ્રની મોટી લહેરો વચ્ચે 100 વર્ષ સુધી અડીખમ રહેવામાં સક્ષમ છે. નિર્માણ દરમિયાન પર્યાવરણ અને સમુદ્રી જીવોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ બ્રિજ દેશમાં સૌથી લાંબો પુલ હશે અને દુનિયામાં તે લંબાઈના મામલે 12માં નંબર પર છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link