ચિલ્ડ્રન પાર્કમાં બાળક બની ગયા પીએમ મોદી, ટ્રેનમાં બેસીને તમામ સ્ટેશન ફર્યાં, Photos
એકતા મોલ બાદ પીએ મોદીએ કેવડિયા કેમ્પસમાં બનાવેલ સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્કનુ ઉદઘાટન કર્યું. પીએમ મોદીને બાળકો સાથે હંમેશા લગાવ રહ્યો છે, તેથી તેમના માટે આ ખાસ પાર્ક બનાવ્યો છે. અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે.
આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે.
આ પાર્કમાં એક ખાસ મિની ટ્રેન મૂકવામાં આવી છે, જેમાં ખુદ પીએમ મોદીએ બેસીને સફર કરી હતી. બાળકો મિની ટ્રેન દ્વારા 6૦૦ મીટર પ્રવાસ કરે છે. ત્યારે પીએમ મોદીએ આખી સફર માણીને ટ્રેનમાં વચ્ચે આવતા સ્ટેશન પર આપવામાં આવતી માહિતીનું નિરાક્ષણ કર્યું હતુ. ટ્રેનમાં બતાવતા કાર્ટુનને પણ તેઓએ નિહાળ્યું હતુ. ખાસ કરીને જર્નાદન નામના કાર્ટુનને નિહાળ્યો હતો.
ટ્રેનના પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘સહિ પોષણ-દેશ રોશન’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે.
વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન મળી રહે તેવુ પણ ધ્યાન રખાયું છે. જેમાં મિરર મેઈઝ, 5-D થિયેટર, ભૂલ-ભુલૈયાં પણ છે. આજે પીએમ મોદી દ્વારા કેવડિયામાં નવા બનાવેલ ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત આરોગ્ય વન અને એક્તા મોલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યુ છે.
કેવડિયામાં પીએમ મોદી વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે. તેઓ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે. એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની ૪૦ મિનીટની રાઈડમાં બેસતા પહેલાં પીએમ મોદી અન્ય 9 પ્રોજેક્ટ્સના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે. જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવિગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.